________________
60
ભૂરા રંગના મિશ્રણ સ્વરૂપ છે.
જૈનદર્શનની માન્યતા પ્રમાણે માં અરિહંત, સિદ્ધ (અશરીરી), આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ સ્વરૂપ પંચપરમેષ્ઠિનો સમાવેશ થાય છે. 2 અને તેનું પણ પાંચ વર્ણ દ્વારા ધ્યાન કરવામાં આવે છે. તે જ રીતે મંત્રશાસ્ત્રમાં માયાબીજ અથવા શક્તિબીજ સ્વરૂપ હ્રીં માં 24 તીર્થંકરોનો સમાવેશ થાય છે.3
આભામંડળ : જૈન દર્શન તથા પ્રાયોગિક સંશોધન
આ રંગચિકિત્સાની સાથે જ્યોતિષશાસ્ત્ર સંબંધિત ગ્રહો, તેના મંત્રો અને તેના સંબંધિત રત્નો દ્વારા કરાતી ચિકિત્સા અર્થાત્ રત્નચિકિત્સા અને આભામંડળને ગાઢ સંબંધ છે.
પૂર્વે બતાવ્યું તે પ્રમાણે કોઈપણ મનુષ્યની જન્મકુંડળીમાં સ્થિત ગ્રહો તેના પૂર્વ ભવનાં શુભ અશુભ કર્મોનું સૂચન કરે છે. આ કર્મો જો હળવાં હોય અર્થાત્ નિકાચિત ન હોય તો એ કર્મો થોડા પ્રયત્નોથી અર્થાત્ તપ, જપ, ક્રિયા વગેરે સામાન્ય અનુષ્ઠાન દ્વારા પણ આત્માથી અલગ થઈ શકે છે એટલે કે તે ભોગવવાની જરૂ૨ ૨હેતી નથી. આ કર્મો દૂર કરવામાં ઉપર બતાવી તે પ્રમાણે તે તે ગ્રહ સંબંધિત નમસ્કાર મહામંત્રના પદની આરાધના ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. આ સિવાય શ્રી કલ્પસૂત્રના રચયિતા ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીએ વિદ્યાપ્રવાદ નામના પૂર્વમાંથી ઉદ્ધૃત કરેલ શ્રી ગ્રહશાંતિ સ્તોત્રમાં જણાવ્યા પ્રમાણે જુદા જુદા ગ્રહો માટે ભિન્ન ભિન્ન તીર્થંકર પરમાત્માની આરાધના કરવાની છે.4 એ સિવાય દ૨૨ોજ શ્રી તીર્થંકર પરમાત્માની સન્મુખ જો 108 વખત શ્રી નમસ્કાર મહામંત્રનું ધ્યાન કરવામાં આવે તો બધા જ ગ્રહોની શાંતિ થઈ જાય છે.
તીર્થંકર પરમાત્માના જાપ અને રોગનિવારણ :
જૈન પરંપરામાં 24 તીર્થંકરોના દેહના વર્ણ બતાવવામાં આવ્યા છે. કુલ પાંચ રંગ - પીત (પીળો), શ્વેત / સફેદ, લાલ (પરવાળા જેવો), મરકત (લીલો) તથા કૃષ્ણ (શ્યામ) વર્ણમાં સર્વ તીર્થંકરોનો સમાવેશ થઈ જાય છે.6
શ્રી ચંદ્રપ્રભસ્વામિ અને શ્રી સુવિધિનાથ ભગવાનનો વર્ણ શ્વેત છે. તેમાં શ્રી ચંદ્રપ્રભસ્વામિના ધ્યાન તથા જાપથી જન્મકુંડળીમાં ૨હેલ ચંદ્ર શક્તિશાળી બને છે અને જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ચંદ્ર મનનો કારક હોવાથી મન પણ મજબૂત બને છે. ચંદ્ર માટેનું નંગ મોતી (pearl) અથવા સ્ફટિક (crystal) છે. તે શ્વેત હોય છે. જ્યારે શ્રી સુવિધિનાથ પ્રભુના ધ્યાન તથા જાપથી શુક્ર બળવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org