________________
48
આભામંડળ : જેને દર્શન તથા પ્રાયોગિક સંશોધન શ્વેત વર્ણ દેખાય છે જે અનુક્રમે કૃષ્ણ લેશ્યા તથા શુક્લ લશ્યાનું સૂચન કરે છે.
(1) કૃષ્ણલેશ્યા તેના નામ પ્રમાણે કાજળ, ગાડાની મલી, વર્ષા ઋતુના કાળા મેઘ, આંખની કીકી જેવા કાળા વર્ણવાળી હોય છે.*
(2) નીડલેશ્યા અશોકવૃક્ષ, ચાસ પક્ષીની પાંખ અને વૈર્યરત્નના રંગ જેવી અતિ નીલ વર્ણની હોય છે.
(3) કાપોત લેશ્યા કોયલની પાંખ, પારેવાની ગ્રીવા/ડોક જેવી કાળા અને લાલ વર્ણના મિશ્રણવાળી હોય છે. 10
(4) તેજો વેશ્યા હિંગળોક, પોપટની ચાંચ અથવા ઊગતા સૂર્ય જેવી લાલ હોય છે. 11 (5) પદ્મ લેશ્યા હરતાળ અથવા હળદર જેવી પીત/પીળી હોય છે. 12
(6) શુક્લ લેણ્યા શંખ, દૂધ, ચાંદી / રૂપું, મોતીની માળા જેવી શ્વેત હોય છે. 13
છ યે લેશ્યાઓના રસ નીચે પ્રમાણે હોય છે (1) કૃષ્ણ લેશ્યાનો રસ કડવા તુંબડા, લીમડા જેવો કડવો હોય છે. 14 (2) નીલ લશ્યાનો રસ સૂંઠ, પીપરીમૂળ જેવો તીખો હોય છે. 15
(3) કાપોત વેશ્યાનો રસ કાચા આમ્રફળ/કેરી અથવા કપિત્થ/કોઠાના ફળ જેવો તૂરો હોય છે. 6
(4) તેજો વેશ્યાનો રસ પાકેલા આમ્રફળ/કેરી અથવા કપિત્થ/કોઠાના ફળ જેવો કાંઈક ખાટો કાંઈક મધુર હોય છે. ?
(5) પદ્મ લેશ્યાનો રસ ઉત્તમ જાતિની મદિરા જેવો કાંઈક ખાટો, કાંઈક તૂરો અને કાંઈક મધુર હોય છે. 18 (6) શુક્લ લશ્યાનો રસ ખજૂર, દ્રાક્ષ, ખીર, ખાંડ જેવો મધુર હોય છે. 19
છ લશ્યામાંથી પ્રથમની ત્રણ લેશ્યા અશુભ/અપ્રશસ્ત છે, તેની ગંધ ગાય, કુતરા અને સર્પના મૃતક/શબ જેવી ખરાબ દુર્ગધ હોય છે. જ્યારે તેજો, પધ અને શુક્લ લેશ્યા પ્રશસ્ત/શુભ છે તેની ગંધ સુગંધી પુષ્પો અને ચૂર્ણો જેવી શ્રેષ્ઠ સુગંધ હોય છે.20
લેશ્યાઓનો સ્પર્શ બતાવતાં જૈન દાર્શનિકો કહે છે કે પ્રથમ ત્રણ લેશ્યાઓ કૃષ્ણ, નીલ, કાપોતનો સ્પર્શ શીત અને રુક્ષ હોય છે અને તે સંક્લિષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org