________________
55
આભામંડળ અને રંગચિકિત્સા આંતરદશાઓના સમય દરમ્યાન આવી સમસ્યાઓ પેદા થાય છે.
વસ્તુતઃ આ બધાનો મૂળ આધાર તો આપણાં પૂર્વ ભવનાં કર્મો અથવા કામણ શરીર જ છે, પણ એ એટલાં બધાં સૂક્ષ્મ છે કે તેઓ આપણા જ્ઞાનનો / ઈન્દ્રિયોનો વિષય બની શકતાં નથી. તેની અસરો કાંઈક અંશે સ્થૂલ એવા આ તૈજસુ શરીર અથવા આભામંડળમાં પડ્યા વગર રહેતી નથી અને ગ્રહોના વિશિષ્ટ કિરણોની અસર પણ કર્મ અનુસાર જ આભામંડળ ઉપર થાય છે. રંગચિકિત્સા : આભામંડળના રંગોને જૈન પરિભાષામાં લેશ્યા કહેવામાં આવે છે. આ વેશ્યાના રંગમાં બાહ્ય પરિબળો દ્વારા આપણે યથેચ્છ ફેરફાર પણ કરી શકીએ છીએ અને એ દ્વારા આરોગ્યની પુનઃ પ્રાપ્તિ અથવા રોગમુક્તિ મેળવી શકાય છે. આ બાહ્ય પરિબળોમાં રંગચિકિત્સા તથા રત્નચિકિત્સા, એ બે પરિબળો / ઉપાયો અંગે અહીં આપણે સવિસ્તર ચર્ચા કરીશું.
આ સમગ્ર બ્રહ્માંડમાં પુદ્ગલ દ્રવ્યનું જ પ્રભુત્વ છે અને તેમાંય તેનાં ચારેય લક્ષણો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શમાં વર્ણ/રંગ ખૂબ જ અસરકારક લક્ષણ છે. એ વર્ણના ધ્યાન દ્વારા, ચિંતન દ્વારા, ઉપયોગ દ્વારા લેશ્યા અને આભામંડળના રંગો બદલી શરીર અને મનને શાંત, સ્વસ્થ અને રોગમુક્ત કરી શકાય છે. આ પદ્ધતિને રંગચિકિત્સા પદ્ધતિ (chromopathy) કહેવામાં આવે છે.
સૂર્યના પ્રકાશમાં સાત રંગો છે. વસ્તુતઃ સૂર્યપ્રકાશના વર્ણપટમાં દેખાતા સાતેય રંગો મૂળતઃ લાલ, પીળો અને વાદળી એ ત્રણ રંગોના સંયોજનમાંથી નિષ્પન્ન થયેલ હોય છે. જ્યારે સફેદ રંગ સાતેય અથવા ત્રણ મૂળ રંગના સંયોજનથી બનેલ છે અને કાળો રંગ ઉપર્યુક્ત ત્રણે ય વર્ણનો અભાવ જણાવે છે. જૈનદર્શન અનુસાર લેશ્યા અર્થાત્ આભામંડળમાં અસંખ્ય રંગો હોઈ શકે છે કારણ કે તેના મૂળભૂત કારણ સ્વરૂપ મનનાં પરિણામ | અધ્યવસાય પણ અસંખ્ય પ્રકારનાં છે. આધુનિક વિજ્ઞાન પણ કહે છે કે આભામંડળનાં રંગોનાં અસંખ્ય પ્રકાર છે અને તેનો આધાર પ્રત્યેક વ્યક્તિની શારીરિક, માનસિક અને ભાવનાત્મક લાગણીઓ જ છે.
ટૂંકમાં, રંગોના વિજ્ઞાનમાં ફક્ત લાલ, પીળા, વાદળી, શ્વેત / સફેદ અને કાળા / કૃષ્ણ વર્ણનું જ પ્રભુત્વ છે.
મનુષ્યનું કોઈપણ અંગ રોગગ્રસ્ત થાય છે ત્યારે એનાં રાસાયણિક દ્રવ્યોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org