________________
54
5
આભામંડળ અને સંગચિકિત્સા
શ્રી જે. એમ. શાહ, જેઓ કિર્લિયન ફોટોગ્રાફીના ભારતીય નિષ્ણાત છે અને છેલ્લાં દસેક વર્ષથી કિલિયન ફોટોગ્રાફી તથા ડાઉઝીંગની મદદથી વિશિષ્ટ રોગોનાં નિદાન તથા રત્નો દ્વારા ચિકિત્સા કરે છે, તેઓએ પોતાના 'પ્રિવેન્ટીંગ હાર્ટ પ્રોબ્લેમ્સ બાય કિર્લિયન ફોટોગ્રાફી ઍન્ડ જૅમ્સ થેરાપી' (Preventing Heart Problems by Kirlian Photography and Gems Therapy) પુસ્તકમાં જુદા જુદા હૃદય રોગના દર્દીઓના આભામંડળની છબીઓ આપી નિદાન બતાવ્યું છે. તેની સાથે તેઓએ રોગ સંબંધી ઔષધીય જ્યોતિષશાસ્ત્ર(Medical Astrology)નો આધાર પણ લીધો છે. તેઓ પોતાના સંશોધનનો નિષ્કર્ષ બતાવતાં કહે છે કે સામાન્ય રીતે હૃદય રોગ કે હૃદય સંબંધી સમસ્યાઓનું નિદાન આભામંડળની છબી દ્વારા તથા Dowsing દ્વારા કરી શકાય છે કારણ કે કોઈપણ રોગનાં લક્ષણો આપણા આ પાર્થિવ શરીરમાં દેખાય તેના ઘણા વખત પહેલાં કદાચ લગભગ છ મહિના પહેલાં એ રોગ મનુષ્યના આભામંડળમાં પ્રવેશતો હોય છે. જન્મકુંડળીના આધારે પણ એ મનુષ્યને હૃદય રોગ કે હૃદય સંબંધી સમસ્યાઓ પેદા થશે કે નહિ ? પેદા થવાની શક્યતા છે તો કયા સમય દરમ્યાન એ થશે ? અને તેમાંથી મુક્તિ થશે કે નહિ ? થશે તો ક્યારે થશે ? વગેરે અનેક પ્રશ્નોના સહેલાઈથી ઉત્તર મેળવી, યોગ્ય ચિકિત્સા કરી શકાય છે.
જો કે રોગ સંબંધી જ્યોતિષશાસ્ત્ર દ્વારા ઘણા રોગો અંગે નિદાન, શક્યતા, સમયગાળા વગેરેનો નિર્ણય કરી શકાય છે પરંતુ શ્રી જે. એમ. શાહે ફક્ત હૃદય રોગ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાથી, તેમનાં સંશોધનોમાં તે સંબંધી હકીકતો બતાવી છે. તેમના સંશોધન અનુસાર મોટા ભાગના હ્રદય રોગના દર્દીઓની જન્મકુંડળીમાં સૂર્ય કે સૂર્યની રાશિ અને તેની સાથે શિન કે રાહુના સંબંધો જોવા મળે છે. સૂર્ય પોતે અથવા સૂર્યની પોતાની રાશિ સિંહ રાશિની સાથે શનિ કે રાહુની યુતિ, પ્રતિયુતિ કે દૃષ્ટિ હોય તેવા મનુષ્યને હૃદય રોગ કે હૃદય સંબંધી સમસ્યા પેદા થવાની શક્યતા સૌથી વધુ હોય છે અને તે પણ યુતિ, પ્રતિયુતિ કે દૃષ્ટિમાં ભાગ લેતા ગ્રહો સૂર્ય, શનિ, રાહુની મહાદશા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org