________________
આભામંડળ અને લેશ્યા
47
આભામંડળના રંગોનો જ અનુભવ કરી શકાય છે તો ક્યારેક રેકી ચિકિત્સા પદ્ધતિના જાણકાર/તજજ્ઞો આભામંડળના સ્પર્શનો પણ અનુભવ કરી શકે છે.પરંતુ રસ અને ગંધનો કોઈને અનુભવ થતો નથી પણ જૈન દાર્શનિકો અને આગમશાસ્ત્રોની પ્રરૂપણા કરનાર કેવળજ્ઞાની તીર્થકંર પરમાત્માએ લેશ્યાઓના વર્ણ/રંગ અને સ્પર્શની સાથે સાથે તેના ૨સ અને ગંધનું પણ ખૂબ જ સૂક્ષ્મતાથી વર્ણન કર્યું છે. એટલું જ નહિ આ લેશ્યાઓ જ જીવ/મનુષ્યના સ્વાસ્થ્ય કે રોગનું કારણ બને છે એવો સ્પષ્ટ ઉલ્લેખ જૈન આગમોમાં પ્રાપ્ત થાય છે.7
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર તથા શ્રી પ્રજ્ઞાપના (પત્રવણા) સૂત્રમાં લેશ્યાઓ સંબંધી નીચે પ્રમાણે વર્ણન આવે છે.
આધુનિક વિજ્ઞાનના ઉપકરણોથી પ્રાપ્ત છબીમાં અથવા આભામંડળને આંખો દ્વારા પ્રત્યક્ષ જોનાર અતીન્દ્રિય શક્તિવાળા મનુષ્યોના અનુભવ પ્રમાણે આભામંડળમાં ત્રણ રંગો જોવા મળે છે. લાલ, પીળો, વાદળી. આભામંડળના રંગો સામાન્યતઃ આછા વાદળી રંગથી લઈને રાખોડી રંગ સુધી જોઈ શકાય છે. રાખોડી રંગ કરતાં આછા વાદળી રંગમાં તીવ્રતા વધુ જોવા મળે છે. ખૂબ જ લાગણીશીલ મનુષ્યોના આભામંડળમાં વાદળી રંગ જોવા મળે છે જ્યારે ખૂબ જ શક્તિશાળી કસરતબાજ- પહેલવાન મનુષ્યોના આભામંડળમાં રાખોડી રંગ વધુ જોવા મળે છે. આભામંડળના પ્રથમ સ્તરમાં બધા જ ચક્રોના રંગ એકસરખા જોવા મળે છે. જ્યારે જૈન પરંપરામાં લેશ્યાઓના છ પ્રકારની સાથે તેના નામ પ્રમાણે છ રંગ/વર્ણ પણ બતાવવામાં આવ્યા છે. અલબત્ત, પ્રથમ કૃષ્ણ/કાળો વર્ણ તથા છઠ્ઠો શુક્લ/શ્વેત વર્ણ પણ આભામંડળમાં દેખાતો હશે જ પણ રંગીન આભામંડળમાં એનું કોઈ વિશેષ મહત્ત્વ ન જણાવાથી તેનો ઉલ્લેખ કર્યો નહિ હોય અથવા સામાન્ય સ્વભાવના મનુષ્યોમાં હિંસા વગેરેનો અત્યંત ક્રૂર ભાવ ન હોવાથી તેમના આભામંડળમાં કૃષ્ણ/કાળો રંગ ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોવાથી અને યોગી પુરુષો જેવી ઊંચી કક્ષાની ભાવના પણ ન હોવાથી એકદમ ઉજ્જ્વળ શ્વેત વર્ણ પણ તેમના આભામંડળમાં દૃશ્યમાન થતો ન હોવાથી તેઓએ આભામંડળમાં ત્રણ જ રંગો જોયા હશે. બાકીની ચાર મધ્યમ લેશ્યાઓના વર્ણ/રંગનો ઉપર જણાવેલ ત્રણ મૂળભૂત રંગોના મિશ્રણમાં જ સમાવેશ થઈ જાય છે.
શરુઆતના કિલિયન કેમેરા દ્વારા લેવાયેલ છબીમાં કાળો તથા શ્વેત વર્ણ આવતો નહોતો પરંતુ અત્યાધુનિક કેમેરા દ્વારા લેવાયેલ છબીમાં કાળો તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org