________________
આભામંડળ અને વેશ્યા
49. પરિણામવાળાને હોવાથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન તેનું કારણ છે. જ્યારે તેજો, પદ્મ અને શુક્લ લેગ્યાઓનો સ્પર્શ સ્નિગ્ધ અને ઉષ્ણ છે તથા તે અસંશ્લિષ્ટ પરિણામવાળાને હોવાથી ધર્મધ્યાન અને શુક્લધ્યાન તેનું કારણ છે.
વળી પ્રથમ ત્રણ લેશ્યાના શીત સ્પર્શ, રુક્ષ સ્પર્શ વગેરે ગુણો મનુષ્યના ચિત્ત/ સ્વાથ્યને હાનિકર્તા છે. જ્યારે તેજો, પધ અને શુક્લ લેશ્યાના સ્નિગ્ધ તથા ઉષ્ણ સ્પર્શ વગેરે ગુણો સ્વાથ્યને ગુણકારી છે અને તેનાથી પરમ સંતોષ અને આનંદ પ્રાપ્ત થાય છે. પ્રથમ ત્રણ લેશ્યામાં કર્કશ સ્પર્શ અને અંતિમ ત્રણ લેશ્યામાં મૃદુ સ્પર્શ પણ હોય છે. 21 અર્થાતુ આભામંડળના રંગો સ્વાથ્યના અનુસારે બદલાય છે અથવા તેના રંગોમાં પરિવર્તન કરવામાં આવે તો સ્વાથ્યમાં સુધારો થઈ રોગમુક્તિ થઈ શકે છે એ વાતની પુષ્ટિ જૈન ગ્રંથો અને જૈન દાર્શનિકો પણ કરે છે.
મનુષ્યની પ્રકૃતિ, સ્વભાવ અને કાર્ય અથવા કર્મના અનુસારે તેની વેશ્યા તથા આભામંડળનું નિર્માણ થાય છે. આ અંગે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં નીચે પ્રમાણે કહ્યું છે :
(1) હિંસા વગેરે કરનાર, મન, વચન અને કાયાની દુષ્યવૃત્તિ કરનાર, પૃથ્વીકાય વગેરેની હિંસામાં રસ લેનાર, સર્વનું અહિત કરનાર, ઈન્દ્રિયોના વિષયમાં સ્વછંદ એવા મનુષ્યની વેશ્યા અથવા આભામંડળ કૃષ્ણ વર્ણનું હોય
છે.22
(2) ઈર્ષાળુ, ક્રોધી, તારહિત, નિર્લજ્જ, વિષયલંપટ, મદોન્મત્ત, ક્ષુદ્ર પ્રકૃતિવાળા મનુષ્યની વેશ્યા અથવા આભામંડળ નીલ વર્ણનું હોય છે. 23
(3) માયાવી, વક, સ્વદોષ ઢાંકનાર, બીજાને ત્રાસ આપનાર, મત્સરી મનુષ્યની વેશ્યા અથવા આભામંડળ કાપોત(કબૂતર)ના જેવા વર્ણનું હોય છે.
(4) નમ્ર, વિનયી, ચપળ, સરળ, ઈન્દ્રિયોનું દમન કરનાર, ધર્મ વગેરે શુભ પ્રવૃત્તિ કરનાર, પાપભીરૂ, મોક્ષની ઇચ્છા રાખનાર મનુષ્યની વેશ્યા તેજો અર્થાત્ લાલ વર્ણની હોય છે. તેના આભામંડળમાં લાલ રંગનું પ્રમાણ વધુ હોય
છે. 25
(5) ક્રોધ, માન, માયા, લોભ વગેરે ખૂબ અલ્પ પ્રમાણમાં હોય, બહુ બોલતો ન હોય તેવા મનુષ્યની વેશ્યા પદ્મ હોય છે. તેનો વર્ણ પીત/પીળો હોય
છે. 26
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org