________________
20
આભામંડળ : વીજ-ચુંબકીય ક્ષેત્ર
પ્રત્યેક પદાર્થને પોતાનું એક અલગ વીજ-ચુંબકીય ક્ષેત્ર હોય છે, પછી એ પદાર્થ સજીવ હોય કે નિર્જીવ. નિર્જીવ પદાર્થો જડ-અચેતન પુદ્ગલ પરમાણુઓથી નિષ્પન્ન હોય છે. સામાન્ય સંજોગોમાં અને સ્કૂલ દૃષ્ટિએ એમાં કોઈ પરિવર્તન થતું જણાતું નથી પણ સૂક્ષ્મ દૃષ્ટિએ પુદ્ગલ દ્રવ્યના લક્ષણ પૂરયન્તિ નિયન્તિ રૂતિ પુન: ' અનુસાર પ્રત્યેક ક્ષણે તેમાં પુદ્ગલ-પરમાણુઓનું પૂરણ (fussion) તથા ગલન (emission) થતું જ રહે છે અને પુદ્ગલ દ્રવ્યમાં ઋણ વિદ્યુતુભારવાળા તથા ધન વિદ્યુતભારવાળા અણુઓ પણ હોય છે, તેથી તે નિર્જીવ પદાર્થને પણ પોતાનું વીજ- ચુંબકીય ક્ષેત્ર હોય છે. અલબત્ત, તે ક્રમશઃ ધીરે ધીરે નિર્બળ તથા મંદ થતું હોય છે.
જે રીતે નિર્જીવ જણાતા જડ પૌલિક પદાર્થોને વીજ ચુંબકીય ક્ષેત્ર હોય છે, તે જ રીતે સજીવ પદાર્થોને પણ પોતાનું જૈવિક વીજ ચુંબકીય ક્ષેત્ર હોય છે અને સજીવ પદાર્થોના જૈવિક વીજ-ચુંબકીય ક્ષેત્રનો આધાર ઘણી બધી બાબતો ઉપર હોય છે.
જૈવિક વીજ-ચુંબકીય શક્તિ અર્થાત્ આભામંડળની શુદ્ધિ અને તીવ્રતાનો આધાર શારીરિક શક્તિ, માનસિક શક્તિ, આધ્યાત્મિક સ્તર, ચાર ઘાતી કર્મના ક્ષયોપશમ, ચાર અઘાતી કર્મો સંબંધી શુભકર્મના સમ પ્રમાણમાં અને ચાર અઘાતી કર્મો સંબંધી અશુભકર્મ તથા ચાર ઘાતી કર્મોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એટલે કે શારીરિક શક્તિ વગેરે ચાર પરિબળો વધે તો જૈવિક વીજ ચુંબકીય શક્તિ વધે અને શારીરિક શક્તિ વગેરે ચાર પરિબળો ઘટે તો જૈવિક વીજ ચુંબકીય શક્તિ ઘટે. જ્યારે ચાર અઘાતી કર્મો સંબંધી અશુભકર્મ તથા ચાર ઘાતી કર્મો ઘટે તો જૈવિક વીજ-ચુંબકીય શક્તિ વધે અને ચાર અઘાતી કર્મો સંબંધી અશુભકર્મ તથા ચાર ઘાતી કર્મો વધે તો જૈવિક વીજ ચુંબકીય શક્તિ ઘટે . આભામંડળ (Aura):
બીજી વાત, જ્યાં વીજ ચુંબકીય ક્ષેત્ર હોય ત્યાં વીજ ચુંબકીય શક્તિ પણ હોય છે. આ જૈવિક વીજ-ચુંબકીય ક્ષેત્રને આધુનિક વિજ્ઞાનની પરિભાષામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org