________________
આભામંડળ : વીજ ચુંબકીય ક્ષેત્ર
29 જૈવિક વીજ પદ્ધતિ (bio-electrography) અર્થાત્ કિલિયન ફોટોગ્રાફી(Kirtian photography)ની મદદથી તે જીવન અને ચૈતન્યનો અભ્યાસ કરવાનું પ્રબળ માધ્યમ પુરું પાડે છે.
આપણા ભૌતિક શરીરના દરેક અંગો તથા તેના કાર્યો અને મગજ તથા તેના દ્વારા થતા વૈચારિક કાર્યો આભામંડળ ઉપર એક ચોક્કસ અસર ઊભી કરે છે અને તે કિલિયન ફોટોગ્રાફીમાં દેખાય પણ છે.25 આપણા હાથની આંગળીઓની આસપાસના આવા આભામંડળની છબીઓના અભ્યાસ દ્વારા ભૌતિક શરીરમાં રોગાદિકનાં લક્ષણો દેખાય એના ઘણા વખત પહેલાં આપણા શરીરના અંગોમાંના રોગાદિક જાણી શકાય છે.26
દરેક સજીવ પદાર્થના આભામંડળમાં સતત ફેરફાર / પરિવર્તન થતું જ રહે છે. ઘણા પ્રયોગોએ બતાવી આપ્યું છે કે મનુષ્યના શરીરના આભામંડળમાં મનુષ્યના શારીરિક-મૃત્યુ (clinical death) પછી 72 કલાક સુધી આભામંડળમાં ફેરફાર થતો રહે છે, તેમાંથી સતત ઊર્જા બહાર નીકળતી રહે છે એટલું જ નહિ પણ આભામંડળના આ ફેરફારો દ્વારા મૃત્યુનું સાચું કારણ પણ જાણી શકાય છે. આ અંગેની વિસ્તૃત/પ્રાયોગિક માહિતી રશિયન વિજ્ઞાની પ્રો. કે. જી. કોરોક્કોવ(Prof. K.G. Korotkov)ના લાઈટ આફ્ટર લાઈફ” (Light after Life) પુસ્તકમાં પ્રાપ્ત થાય છે.?
અહીં એ નોંધવું રસપ્રદ છે કે આ પૃથ્વી પર ઘણી ખરી સંસ્કૃતિઓમાં સૈકાઓથી મનુષ્યનું મૃત્યુ થયા પછી તેના શરીરની અંતિમવિધિ - દફનવિધિ - અંતિમસંસ્કાર વચ્ચે ત્રણ દિવસનું આંતરું રાખવામાં આવે છે. ક્રિશ્ચયનો હંમેશાં ત્રીજા દિવસે જ દફનવિધિ કરે છે. એ બતાવે છે કે આપણા બુદ્ધિશાળી પૂર્વજો જીવન અને મૃત્યુ વિશે ઘણું બધું જાણતા હતા, જેની તો આપણે ફક્ત કલ્પના જ કરી શકીએ છીએ.28 પૃથ્વી પરથી લુપ્ત થયેલ આ જ્ઞાનના ઘણાં દૃષ્ટાંતો માઈકલ ડેશમાર્ક(Michael Desmarquet)ના પુસ્તકમાં પ્રાપ્ત થાય છે.
આ સાથે એક બીજી વાત પણ ઉલ્લેખનીય છે કે સ્ફટિક તથા વિવિધ પ્રકારના ખનીજો (minerals), રંગો વગેરે પણ મનુષ્યોના આભામંડળમાં નોંધપાત્ર ફેરફાર કરી શકે છે. આધુનિક કિલિયન ફોટોગ્રાફીનાં સાધનો મનુષ્યના શક્તિકવચ(આભામંડળ)ના સ્તરના માધ્યમ દ્વારા આ અસરોના પ્રમાણ તથા શરીરના દરેક અવયવની કાર્યક્ષમતા અને આરોગ્ય ઉપરની અસરોના પ્રમાણને નક્કી કરી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org