________________
18
આભામંડળ : જૈન દર્શન તથા પ્રાયોગિક સંશોધન સોયના પડીકા જેવું હોય છે, જેને દૂર કરવા ગુરુ ભગવંત પાસે પ્રાયશ્ચિત્ત લેવું પડે છે અને એ પ્રમાણે તપ-જપ અનુષ્ઠાન કરવાથી તે બદ્ધ કર્મ આત્માથી અલગ થઈ શકે છે. તે માટે થોડી વધુ મહેનત કરવી પડે છે.
(3) જ્યારે મનુષ્ય પોતાની ઇચ્છાથી સ્વાભાવિક પાપ કર્મ કરે છે અને કર્યા પછી એના ઉપર અભિમાન-ગર્વ કરતો નથી ત્યારે તેને નિધત્ત પ્રકારનું કર્મ બંધાય છે. આ કર્મ ચીકાશવાળા તેલ વગેરેથી યુક્ત કપડા ઉપર પડેલી હળદર જેવું અથવા દોરીથી બાંધેલી સોયના પડીકાને ભેજ લાગી જતાં કાટ લાગીને ચોંટી ગયેલી સોયના પડીકા જેવું છે. એમાંથી સોયનો ઉપયોગ કરવો હોય તો તેનો દોરો છોડી, કેરોસીન વડે કાટ દૂર કર્યા પછી તેનો ઉપયોગ કરી શકાય તથા તેલવાળા કપડાં પર લાગેલ હળદરના ડાઘ દૂર કરવા સાબુથી ધોઈ તડકે સૂકવવું પડે. તે રીતે આવું કર્મ દૂર કરવા વિશેષ પ્રકારે તપ-જપ ક્રિયા વગેરે કરવું પડે છે, તે માટે ખૂબ મહેનત કરવી પડે છે.
(4) જ્યારે કોઈ મનુષ્ય કોઈપણ જાતનું પાપ કર્મ કરતાં સહેજ પણ અરેરાટી કે ખચકાટ અનુભવતો નથી અને એ પાપ કર્મ કર્યા પછી વારંવાર એની પ્રશંસા-અનુમોદના કરે છે, અભિમાન કરે છે, ત્યારે એ અશુભ કર્મ આત્માને વજલેપ જેવું લાગી જાય છે, તેને નિકાચિત કર્મ કહે છે. આવું કર્મ કપડાં ઉપર લાગેલ પાકા તૈલી રંગના ડાઘ જેવું છે, જે કપડું ફાટી જાય તો પણ દૂર થઈ શકતો નથી અથવા આગમાં ઓગળીને ગઠો બનેલી સોયના જેવું છે, જેનો ઉપયોગ કરવો શક્ય હોતો નથી અથવા ઉપયોગ કરવો હોય તો તેમાંથી નવેસરથી સોય બનાવી પછી જ ઉપયોગ કરી શકાય છે. આ રીતે આ નિકાચિત કર્મ કોઈપણ સંજોગોમાં ભોગવવું જ પડે છે. ફક્ત અંતિમ ભવ હોય તો તીવ્ર તપ દ્વારા તે દૂર થઈ શકે છે.
ટૂંકમાં, પ્રથમ ત્રણ પ્રકારનાં કર્મ તપ-જપ-ક્રિયા-અનુષ્ઠાન-પ્રાયશ્ચિત્ત વગેરે દ્વારા દૂર થઈ શકે છે.
આપણા આભામંડળનો આધાર લેગ્યા ઉપર છે અને વેશ્યાનો આધાર આત્માના પરિણામ ઉપર છે. વળી આત્માના પરિણામ કર્મ આધારિત છે, તેથી શુભ કર્મ દ્વારા આત્માના પરિણામ સુધારી લેશ્યામાં યોગ્ય પરિવર્તન કરી શકાય છે. અને તે રીતે આભામંડળમાં પરિવર્તન લાવી સ્વાથ્યની પુનઃ પ્રાપ્તિ થઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org