________________
[17
આભામંડળ : આત્મા અને કર્મ નિયત થયેલ ભાગ્ય-કર્મમાં પોતે ઇચ્છે તેવો ફેરફાર પણ કરી શકે છે અર્થાત્ જીવ પોતે જ પોતાના કર્મ-ભાગ્ય-દૈવનો સર્જક છે. જીવ માત્ર પ્રત્યેક સમયે-ક્ષણે ઓછામાં ઓછા સાત કર્મ બાંધે છે, જો તે સમયે આયુષ્ય કર્મ બાંધે તો આઠ કર્મ પણ બાંધે છે. સામાન્ય રીતે કર્મવાદનો એવો નિયમ સર્વત્ર પ્રચલિત છે અને સૌ કોઈ એમ માને છે કે કરેલાં કર્મ ભોગવ્યા વિના છૂટકો નથી. ઉપલક દૃષ્ટિએ આ વાત કદાચ સાચી જણાય પરંતુ તાત્વિક દૃષ્ટિએ જો કરેલાં – આત્માને લાગેલાં બધાં જ કર્મો ફરજિયાત ભોગવવાં જ પડે તેવું હોય તો કોઈપણ જીવ ક્યારેય કર્મથી મુક્ત થઈ, મોક્ષે જઈ ન શકે. કેટલાંક કર્મો એવા પણ હોય છે કે જે ભોગવ્યા વિના પણ આત્માથી અલગ થઈ શકે છે.
જૈનદર્શન અનુસાર આત્મા કર્મ બાંધે છે ત્યારે તેના રસ પ્રમાણે ચાર પ્રકારે બંધાય છે, (1) સ્પષ્ટ કર્મ (2) બદ્ધ કર્મ (3) નિધત્ત કર્મ (4) નિકાચિત કર્મ. પ્રથમ ત્રણ પ્રકારનાં કર્મ ભોગવવાં જ પડે એવો કોઈ નિયમ નથી. ફક્ત નિકાચિત કર્મ જ ભોગવવું પડે છે, અને કદાચ છેલ્લો ભવ હોય તો તે કર્મ પણ તપ દ્વારા દૂર થઈ શકે છે. 6
(1) કોઈપણ મનુષ્ય કે જીવ જ્યારે અજ્ઞાનવશ-અજાણતાં કોઈ કર્મ કરે, ત્યારે તે કર્મ કરવા માટેનું કોઈ જ પ્રયોજન કે હેતુ હોતો નથી. અજાણતાં જ, પોતાની જાણ બહાર જ એ અશુભ કર્મ કરે છે. દા. ત. રસ્તે જતાં આવતાં સૂક્ષ્મ જીવોની હિંસા. આ સૂક્ષ્મ જીવોની હિંસા કરવાનો તેનો કોઈ ઇરાદો હોતો નથી. આમ છતાં તેનાથી તે મનુષ્યને કર્મબંધ તો થાય છે. તે કર્મ સ્પષ્ટ પ્રકારનું હોઈ શકે છે. આ કર્મ કોરા કપડા ઉપર પડેલી કોરી હળદર જેવું છે અથવા છૂટી સોયોની ઢગલી જેવું છે. કોરા કપડાને ખંખેરતાં જ કોરી હળદર દૂર થઈ જાય અને કપડું સ્વચ્છ થઈ જાય અથવા છૂટી સોયની ઢગલીમાંથી એકદમ કોઈપણ સોય સહેલાઈથી છૂટી પાડી લઈ શકાય છે, તે રીતે આવું કર્મ સામાન્ય ધાર્મિક ક્રિયા દ્વારા - કદાચ પાપના સ્વીકાર રૂપ માત્ર મિચ્છા મિ દુક્કડે દેવા દ્વારા અથવા પ્રતિક્રમણ આદિ ક્રિયા દ્વારા આત્માથી અલગ થઈ શકે છે. તેને ભોગવવાની બિલકુલ જરૂર હોતી નથી.
(2) જ્યારે મનુષ્ય સમય અને સંયોગોના કારણે ન છૂટકે, પોતાની ઇચ્છાથી નહિ પણ બીજાની ઇચ્છાને અધીન થઈ હિંસા વગેરે પાપ કરે છે ત્યારે બંધાતું કર્મ બદ્ધ પ્રકારનું હોઈ શકે છે. આવું કર્મ ભીના કપડા ઉપર પડેલી હળદર અથવા કોરા કપડા ઉપર પડેલી ભીની હળદર જેવું અથવા દોરા વડે બાંધેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org