________________
16
આભામંડળ : જૈન દર્શન તથા પ્રાયોગિક સંશોધન સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ વગેરે ગ્રહોની સ્થિતિ દર્શાવતો નકશો છે, અને એમાં રહેલ ગ્રહો માત્ર એવું સૂચન કરે છે કે પૂર્વભવમાં તમે કરેલ શુભ કે અશુભ કર્મનું આ ભવમાં આ સમય દરમ્યાન તમોને આ પ્રમાણે શુભ-અશુભ ફળ મળવાની શક્યતા છે. -- અર્થાત્ જૈન જ્યોતિષશાસ્ત્ર અને મેક્સ હેન્ડલના જણાવ્યા પ્રમાણે ગ્રહો કારક નથી માત્ર સૂચક જ છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મનુષ્યને એના સંભવિત સુખ-દુઃખનો સમય અને પ્રકાર જાણવા મળે તો, તે પોતે એ અંગે જરૂરી સાવધાની રાખી શકે અને માનસિક રીતે એ દુઃખ સહન કરવા સજ્જ બની શકે અને એ રીતે શૂળીનું દુઃખ સોયથી સરી જાય છે.
મનુષ્ય જન્મે છે ત્યારે, તે સૌ પ્રથમવાર આ પૃથ્વી પર સ્વતંત્ર જીવન જીવવાનો પ્રારંભ - શ્વાસોચ્છવાસની ક્રિયાના પ્રારંભ દ્વારા કરે છે. શ્વાસોચ્છવાસનો પ્રારંભ બાળક રુદન દ્વારા કરે છે, માટે જ બાળક જન્મતાંની સાથે જ રુદન કરે છે. કદાચ કોઈક કારણસર નવજાત શિશુ રુદન ન કરે તો, કોઈપણ ઉપાય કરી તેને ચડાવવામાં આવે છે, જેથી તેની શ્વાસોચ્છવાસની પ્રક્રિયાનો આરંભ થઈ જાય. આ પ્રથમ શ્વાસ જે લેવામાં આવે છે, તે સમયે તે શ્વાસમાં આકાશમાંથી આવતા પ્રત્યેક ગ્રહના વૈશ્વિક કિરણો (cosmic rays) ગ્રહણ કરે છે, જેની અસર સમગ્ર જીવનમાં, આયુષ્યની પૂર્ણાહુતિ સુધી થયા કરે છે. અલબત્ત, આ અસરમાં બીજાં ઘણાં પરિબળો કામ કરતાં હોય છે, એ પરિબળોમાં ફેરફાર કરીને આ ગ્રહોના વૈશ્વિક કિરણો(cosmic rays)ની શુભાશુભ અસરોને વધતી ઓછી કરી શકાય છે, જેમાં ગ્રહોના નંગ-રત્નો મુખ્ય ભાગ ભજવી શકે છે. આ નંગો- રત્નો જો સાચાં હોય અને શુભશક્તિવાળાં હોય તો તે જે તે ગ્રહ સંબંધી વૈશ્વિક કિરણો(cosmic rays)ને ગ્રહણ કરી ત્વચા દ્વારા શરીરમાં પહોંચાડે છે. પરિણામે જન્મકુંડળીમાં તે ગ્રહની નબળી સ્થિતિના કારણે પ્રાપ્ત અવરોધોને તે દૂર કરી શકે છે અથવા તે ગ્રહ બળવાન હોય તો તેની અસરને વધુ પ્રબળ બનાવે છે. તે જ રીતે તે ગ્રહનું નામ લઈને કરવામાં આવેલ જાપ અથવા તે તે ગ્રહ સંબંધી તીર્થંકર પરમાત્માનો જાપ પણ તે તે ગ્રહની શુભાશુભ અસરોને વધતી ઓછી કરે છે. આ રીતે રત્નો તથા જાપ દ્વારા આપણા શુભાશુભ કર્મોમાં આપણે યથેચ્છ ફેરફાર કરી શકીએ છીએ અને આપણા દુઃખને અલ્પ કરી સુખમાં વધારો કરી શકીએ છીએ. જૈનદર્શનના કર્મસિદ્ધાંત અનુસાર શું આ રીતે કર્મમાં ફેરફાર શક્ય છે ? એવો સવાલ સૌ કોઈને થાય તે સ્વાભાવિક છે, પરંતુ મનુષ્ય જો પુરુષાર્થ કરે તો એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org