________________
આભામંડળ : વીજ ચુંબકીય ક્ષેત્ર
25 પાર્થિવ શરીરનાં કાર્યો, પાર્થિવ લાગણીઓ જેવી કે સુખ-દુઃખ/પીડા છે. એ સિવાય પ્રથમ સ્તર શરીરની અનૈચ્છિક ક્રિયાઓ સાથે સંબંધિત છે.'
બીજું ચક્ર અને આભામંડળનું બીજું સ્તર મનુષ્યની ભાવનાત્મક લાગણીઓ (emotional aspects) સાથે સંબંધ ધરાવે છે. તે બંને આપણા ભાવનાત્મક જીવન અને લાગણીઓનું વાહક છે.12
ત્રીજું ચક્ર અને ત્રીજું સ્તર માનસિક પરિસ્થિતિ અને વિચારો સાથે સંકળાયેલ છે. ચોથું હૃદય ચક્ર અને ચોથું સ્તર ફક્ત પોતાના સ્વજન સંબંધી જ નહિ પરંતુ સમગ્ર માનવજાત સંબંધી પ્રેમનું વહન કરે છે. આ જ ચક્ર પ્રેમની શક્તિ ઉત્પન્ન કરે છે.13
પાંચમું ચક્ર અને પાંચમું સ્તર દિવ્ય અને ઉચ્ચ કક્ષાની ઇચ્છાઓ સાથે સંબંધ ધરાવે છે. આ ચક્રનો સંબંધ આપણાં વાણી-વચનની શક્તિ અને તત્સંબંધી ક્રિયાઓ સાથે છે. છઠું ચક્ર અને છઠું સ્તર માનવજાતને અતિક્રમી સમગ્ર સજીવ સૃષ્ટિ પ્રત્યેના પ્રેમનું કારણ છે. જૈનદર્શનની પરિભાષામાં સવિ જીવ કરું શાસનરસીની ભાવના છઠ્ઠા ચક્ર અને છઠા સ્તર સાથે સંકળાયેલ છે.
જ્યારે સાતમું ચક્ર અને સાતમું સ્તર અધ્યાત્મની સર્વોચ્ચ કક્ષા સાથે સંબંધ ધરાવે છે.14
આ સિવાય આપણી પાંચેય ઇંદ્રિયોનો સંબંધ પણ આ ચક્રો સાથે છે. પ્રથમ ચક્ર સાથે સ્પર્શનેન્દ્રિયનો સંબંધ છે. જ્યારે રસનેંદ્રિય, ધ્રાણેદ્રિય અને શ્રવણેદ્રિય(જીભ, નાક અને કાન)નો સંબંધ પાંચમા ચક્ર સાથે છે અને ચક્ષુરિન્દ્રિય/આંખનો સંબંધ છઠા ચક્ર સાથે છે.'
આ રીતે આપણી શક્તિ પદ્ધતિ(શક્તિ કવચ)માં શારીરિક લાગણીઓ (sensation), ભાવનાત્મક લાગણીઓ (emotions), વિચાર, સ્મૃતિ અને અન્ય આધિભૌતિક અનુભવો માટે ચોક્કસ અને વિશિષ્ટ સ્થાન છે, જેના વિષે આપણે આપણા ડૉકટર, વૈદ્ય કે ચિકિત્સકને માહિતગાર કરીએ છીએ. આ સ્થાનો સાથે સંબંધિત આપણા શારીરિક ચિહ્નો, આપણી તંદુરસ્તી/સ્વાથ્ય અને આપણા રોગો તથા તેના પ્રકારને સમજવામાં ખૂબ ખૂબ મદદ કરે છે. આ રીતે આભામંડળનો અભ્યાસ-વિશ્લેષણ આપણી પરંપરાગત દવાઓ અને માનસશાસ્ત્રીય હેતુઓ (concerns) વચ્ચેનો સેતુ બની શકે છે.
ડૉ. ડેવિડ ટાજોલી(Dr David Tansely, a radionic specialist)એ તેમના પુસ્તક એ રેડિયોનિક્સ એન્ડ ધ સટલ બૉડીઝ ઓફ મૅન (A
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org