________________
26
આભામંડળ : જેને દર્શન તથા પ્રાયોગિક સંશોધન Radionics & the Subtle Bodies of Man)Hi 2411 aud 4 2451 247 તેનાં પેટા ચક્રો સ્વરૂ૫ 21 ચક્રો અંગે વિસ્તૃત માહિતી આપી છે. આ અંગે તેઓ કહે છે કે આભામંડળના પ્રથમ સ્તરમાં આવેલ સામાન્ય ચક્રનો ખુલ્લો છેડો લગભગ 6 ઇંચના વ્યાસવાળો/પહોળો હોય છે અને તે ભૌતિક શરીરથી એક ઇંચ દૂર હોય છે.?
આ બધાં મુખ્ય ચક્રો, પેટા 21 ચક્રો અને અન્ય સૂક્ષ્મ ચક્રો તથા એક્યુપંક્યરનાં બધાં જ બિંદુઓ (points), આભામંડળની શક્તિને વહન કરવાના દ્વાર સમાન છે. માટે જ એ અગત્યનું છે કે આ બધાં ચક્રોને ખુલ્લાં કરીને આપણી શક્તિના પ્રવાહને વધારવો જોઈએ કારણ કે જેમ આ શક્તિપ્રવાહ વધુ તેમ આપણું શરીર વધુ તંદુરસ્ત/સ્વસ્થ રહી શકે છે. આ શક્તિપ્રવાહ ઓછો થાય અથવા અસમતોલ બને તો તંદુરસ્તી જોખમાય છે અને માંદગી/રોગ પેદા થાય છે.
આ ચક્રો દ્વારા જ આભામંડળના એક સ્તરથી બીજા સ્તર સુધી શક્તિનું વહન થાય છે. મોટા ભાગના મનુષ્યોમાં આ ચક્રો બંધ હોય છે. આધ્યાત્મિક પ્રક્રિયા દ્વારા અધ્યવસાય-મન અને વિચારોની શુદ્ધિ થતાં આ ચક્રો ખુલે છે.19
પૂર્વીય આધ્યાત્મિક/ગૂઢ વિદ્યા સંબંધી સાહિત્યમાં આ મુખ્ય ચક્રોને ચોક્કસ સંખ્યામાં પાંખડીઓ બતાવવામાં આવી છે. ખૂબ ઝીણવટભર્યા સંશોધનોમાં આ પાંખડીઓ પેટા ચક્રો સ્વરૂપ જણાઈ છે અને તે ખૂબ જ વેગથી વર્તુળાકારે પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરે છે. દરેક નાનું ચક્ર અમુક પ્રમાણમાં શક્તિનો ઉપયોગ કરે છે, તેના પરિણામે તે ચક્રમાં ચોક્કસ સંખ્યામાં spin frequency અર્થાત્ ધરી પરનાં પરિભ્રમણો પેદા થાય છે. દા. ત. મૂલાધાર ચક્રની ચાર પાંખડીઓને ચાર નાનાં ચક્રો છે અને તે ચાર પ્રકારના મૂળભૂત શક્તિ-કંપનોનો ઉપયોગ કરે છે.20
આ દરેક મુખ્ય ચક્રોના અલગ અલગ રંગો જોવામાં આવ્યા છે અને તેનો સંબંધ તેની શક્તિ અને કંપનો/આવૃત્તિ સાથે છે.
યોગવિદ્યામાં આવતા આ સાત ચક્રોમાં વ્યુત્ક્રમ(Reverse order)માં (1) સૌ પ્રથમ મૂલાધાર ચક્ર આવે છે. આ ચક્ર કરોડરજ્જુના છેક નીચેના છેડા પાસે હોય છે. તેનો રંગ પીળો (yellow) છે. તેની અધિષ્ઠાયિકા દેવીનું નામ ડાકિની છે. આ દેવી શક્તિનું પ્રતિક છે અથવા તે શક્તિ સ્વરૂપ જ છે. આ ચક્રને અંગ્રેજીમાં Pelvic plexus કહે છે. તેને ચાર પાંખડીઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org