Book Title: Abhamandal Jain Darshan tatha Prayogik Sanshodhan Author(s): Nandighoshvijay Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha View full book textPage 9
________________ પ્રકાશકીય પ. પૂ. શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના પ. પૂ. આ. શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પ. પૂ. પંન્યાસ શ્રી નંદિઘોષવિજયજી મહારાજની પ્રેરણાથી સ્થપાયેલ અમારી સંસ્થાએ જાન્યુઆરી, 2000માં તેમના દ્વારા લિખિત "જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો" પુસ્તક પ્રકાશિત કરેલ ત્યારબાદ જૂન, 2001માં ઉપરોક્ત પુસ્તકની જ અંગ્રેજી આવૃત્તિ પ્રકાશિત કરી હતી. આ બંને પુસ્તકો જૈનદર્શન અને વિજ્ઞાનના રસિયા વિજ્જનોમાં ઘણો જ આદર પામ્યાં છે. ત્યાર પછી "આભામંડળ : એક સૈદ્ધાત્તિક તથા પ્રાયોગિક સંશોધન" પુસ્તક પણ પ્રકાશિત કરેલ પરંતુ ટૂંક સમયમાં જ તેની પ્રથમવૃત્તિ અપ્રાપ્ય બનતાં તે જ પુસ્તકમાં નવું પ્રાયોગિક સચિત્ર સંશોધન ઉમેરી "આભામંડળ : જૈન દર્શન તથા પ્રાયોગિક સંશોધન"ના નવા નામે દ્વિતીયાવૃત્તિ પ્રકાશિત કરી રહ્યા છીએ. આભામંડળનું અધ્યયન તથા તેના ઉપર કરવામાં આવેલ સૈદ્ધાત્તિક તથા પ્રાયોગિક સંશોધન એક નવો જ વિષય છે. આ વિષય અંગે પ. પૂ. પંન્યાસ શ્રી નંદિઘોષવિજયજી મહારાજ સાહેબે જૂન, 2000માં એક સુંદર લેખ લખેલ, જે 2001માં ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રકાશિત માસિક "નવનીત - સમર્પણ"ના સંપાદક શ્રી દીપકભાઈ દોશીના આગ્રહથી દીવાળી અંક તથા તે પછીના અંકમાં એમ બે હપ્તામાં "નવનીત - સમર્પણ"માં સંક્ષેપમાં પ્રકાશિત થયેલ. ત્યારબાદ જુન-જુલાઈ, 2003 દરમ્યાન સુરતથી પ્રકાશિત થતા "ગુજરાત મિત્ર' દૈનિકની સોમવારની સત્સંગ પૂર્તિમાં સાતેક હપ્તામાં તે પુનઃ પ્રકાશિત થયેલ. તે જ લેખને વધુ વિસ્તૃત માહિતી, ચિત્રો તથા પુરાવાઓ/સંદર્ભો સાથે 2004માં પુસ્તક રૂપે પ્રકાશિત કરવામાં આવેલ. - પ. પૂ. પંન્યાસ શ્રી નંદિઘોષવિજયજી મહારાજની પ્રેરણા અને માર્ગદર્શન અનુસાર અમો એક આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પ્રયોગશાળાની સ્થાપના કરવા માગીએ છીએ. તેની પૂર્વભૂમિકા રૂપે અમો આ પ્રકારનાં સૈદ્ધાત્તિક તથા પ્રાયોગિક સંશોધનાત્મક પુસ્તકોનું પ્રકાશન કરી રહ્યા છીએ. વિશેષ આનંદની વાત એ છે કે અમો આ જ પુસ્તકની અંગ્રેજી આવૃત્તિ પણ તૈયાર કરી રહ્યા છીએ, જે હવે પછી પ્રકાશિત થશે. અમારા આ પુસ્તક – પ્રકાશન માટે આઈ. એસ. બી. એન. નંબર પણ પ્રાપ્ત થયેલ છે. અમારા ટ્રસ્ટ તરફથી આ સાતમું પ્રકાશન છે અને તે જૈન-જૈનેતર વિદ્ધવર્ગમાં તથા ખાસ કરીને વિજ્ઞાન જગતમાં માન્ય તથા આદરણીય બનશે એવી અમોને શ્રદ્ધા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 120