________________
મળતી ગઈ. વનસ્પતિમાં, પાણીમાં, વાયુમાં જીવ છે એ જૈન ધર્મે કહેલી વાતને હવે વિજ્ઞાન માન્ય રાખે છે. અલબત્ત જૈન ધર્મ સ્વયં એટલો સમર્થ છે કે વિજ્ઞાન પાસે પ્રમાણપત્ર મેળવવાની એને આશ્યકતા ન હોય, પણ વિજ્ઞાનને જૈન ધર્મનો આશ્રય લેવાની આવશ્યકતા રહેશે.
લેશ્યા જેવા સૂક્ષ્મ, ઇન્દ્રિયાતીત વિષયની કેટલી વિગતે વિચારણા જૈન ધર્મમાં કરવામાં આવી છે ! સૂક્ષ્મ અનુભૂતિનાં રહસ્યો ઉકેલવામાં માનવની બુદ્ધિ શક્તિ મર્યાદિત નીવડે છે કારણ કે પ્રત્યેક માનવનું શરીર અને મન એક એક સ્વતંત્ર પ્રયોગશાળા જેવું છે. એટલે આવા વિષયોનો, વિવિધ વિદ્યાઓ સાથે તુલનાત્મક પરામર્શ જિજ્ઞાસુઓને વિશેષ અભિમુખ બનાવે એવો છે. આભામંડળ અંગેનું આ પુસ્તક વાંચતાં કેટલી બધી નવી જાણકારી પ્રાપ્ત થાય છે ! દૃશ્યમાન જગત કરતાં અદૃશ્યમાન જગતનો વ્યાપ કેટલો મોટો છે તે સમજાતાં આશ્ચર્યવિભોર થઈ જવાય છે. વિશ્વને આપવા માટે જૈન ધર્મ પાસે કેટલો મોટો ખજાનો છે !
આ ગ્રંથ અને આ પ્રકારનું સંશોધન મનુષ્યના મનની ગાંઠો છોડાવે અને ક્ષિતિજો વિસ્તારે એવું છે, એટલું જ નહિ પરસ્પર વિભિન્ન વિચારધારા વચ્ચે સેતુ સમાન છે. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ વચ્ચે, પ્રૌઢ અને યુવા પેઢી વચ્ચે, વિજ્ઞાન અને અધ્યાત્મ વચ્ચે, શ્રદ્ધા અને તર્ક વચ્ચેનું અંતર ઓછું કરી જોડવામાં, સેતુસ્વરૂપ કાર્ય કરવામાં આવા સંશોધનો મહત્ત્વનું યોગદાન આપે છે. એકવીસમી સદીમાં દુનિયા જ્યારે વધુ નાની/સાંકડી બની રહી છે ત્યારે આવાં સંશોધનો વિવિધ પ્રકારની જડ ભેદરેખાઓને ભૂંસવામાં મહત્ત્વનું કાર્ય કરશે. પૂ. મહારાજશ્રી એ દિશામાં જે કાર્ય કરી રહ્યા છે એ બદલ તેઓ ધન્યવાદને પાત્ર છે. અલબત્ત, આપણે એ ન ભૂલવું જોઈએ કે આવાં બધાં ભૌતિક અને આધિભૌતિક સંશોધનોએ માનવીને સુખસગવડ અને ભોગવિલાસમાં રચ્યોપચ્યો બનાવવાને બદલે મોક્ષમાર્ગનો પથિક બનાવવો જોઈએ.
વિ. સં. 2060, માગશર વદી - 3 (બીજી) રેખા બિલ્ડીંગ નં. - 1, ફલેટ નં. 21-22 46, રિજ રોડ, મલબાર હિલ, વાલકેશ્વર મુંબઈ - 400 006
Jain Education International
ડૉ. રમણલાલ ચી. શાહ
(ભૂતપૂર્વ ડીન, ગુજરાતી વિભાગ, મુંબઈ યુનિવર્સિટી)
(પ્રથમાવૃત્તિમાંથી સાભાર)
10
For Private & Personal Use Only
www.jainelibrary.org