________________
ઉત્થાનિકા
પ. પૂ. શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની દિવ્યકૃપા તથા પ. પૂ. પરમોપકારી સત્ત્વશીલ ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદથી વિ. સં. 2056માં મેં લખેલ જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો" પુસ્તક 'ભારતીય પ્રાચીન સાહિત્ય વૈજ્ઞાનિક રહસ્ય શોધ સંસ્થાઓ તરફથી પ્રકાશિત કરવામાં આવ્યું તથા આ જ સંસ્થા તરફથી સમગ્ર ગુજરાત તથા મુંબઈમાં આ પુસ્તકની ઘેર બેઠાં ખુલ્લા પુસ્તક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું.
મારું એ પુસ્તક મુંબઈ સ્થિત આભામંડળના નિષ્ણાત ડૉ. જે. એમ. શાહના જોવામાં આવ્યું. એ વાંચી તેઓ ખૂબ પ્રસન્ન થયા અને પુસ્તક પ્રકાશક સંસ્થાના મંત્રી શ્રી હેમંતભાઈ પરીખનો સંપર્ક કરી ખાસ મને મળવા માટે તા. 12, જુન, 2000ના રોજ ભાવનગર આવ્યા અને આભામંડળ અંગે તેઓએ મારી સાથે વિસ્તૃત ચર્ચા કરી મને આપણા જૈન આગમોના આધારે વૈજ્ઞાનિક સંશોધનાત્મક એક સુંદર લેખ લખવા પ્રેરણા કરી અને તે માટે ખૂબ આગ્રહ પણ કર્યો. જૈનદર્શન સાથે સંબંધિત સૈદ્ધાત્તિક વૈજ્ઞાનિક સંશોધન એ મારો પ્રિય વિષય હોવાના કારણે મેં તેઓની વાતનો સ્વીકાર કર્યો અને જૈનદર્શનનાં મૂળ ધર્મગ્રંથ સ્વરૂપ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ચોત્રીસમા 'લેશ્યા' અધ્યયન તથા શ્રી પન્નવણા સૂત્રના સત્તરમા 'લેશ્યા'પદનો વિસ્તૃત અભ્યાસ કરી રંગચિકિત્સા તથા રત્નચિકિત્સા અંગેની સંદર્ભ પુસ્તિકાઓ મેળવી એક મહિનાના ટૂંકા ગાળામાં મેં એક વિસ્તૃત લેખ તૈયાર કર્યો.
આ લેખ વાંચી ડો. જે. એમ. શાહને સંપૂર્ણ સંતોષ થયો. ત્યાર પછી ઘણા લોકોએ મારી પાસેથી એ લેખની ઝેરોક્સ નકલ મેળવી વાંચી અને સાથે સાથે આ અંગેનું પુસ્તક પ્રકાશિત કરવાની માગણી કરી પરંતુ હું મારા જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્ય" પુસ્તકની અંગ્રેજી આવૃત્તિ "Scientific Secrets of Jainism” તૈયાર કરવાના કાર્યમાં રોકાયેલ હોવાથી અને ત્યારબાદ "ભારતીય પ્રાચીન સાહિત્ય વેજ્ઞાનિક રહસ્ય શોધ સંસ્થા અને વ્યવસ્થિત સ્વરૂપ આપી કાર્યરત કરવામાં અને તે અંગેની સુંદર વેબસાઈટ તૈયાર કરવાના કાર્યમાં વ્યસ્ત હોવાથી આ પુસ્તકનું પ્રકાશન વિલંબમાં પડ્યું હતું. આ પુસ્તક વિજ્જનોમાં તથા વિજ્ઞાનીઓમાં માન્ય બને તે માટે દરેક વિધાનોના સંદર્ભો આપવા જરૂરી હોવાથી અને એ સંદર્ભ વિના પુસ્તક પ્રકાશિત કરવાનું મને યોગ્ય ન લાગવાથી અને તે સંદર્ભો તૈયાર કરવામાં સારો એવો સમય પસાર થઈ ગયો. તેથી મૂળ લેખ લખાયા પછી લગભગ સાડા ત્રણ વર્ષ પછી
12
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org