________________ શ ષિ . t . . . , છેલા પાના, નિ–382ઉની છે. બાળપણની વાત મારો જન્મ ગાવાના સાસણ પ્રાંતમાં આવેલ સાખવળ ગામે તા. ૯મી ઓકટોબર ૧૮૭૬ને દિવસે મળસકે 4 વાગ્યાને . * સુમારે થયો. મારી માનું નામ આનંદીબાઈ અને બાપનું દામોદર. અમે સાત ભાંડુઓ, બે ભાઈઓ અને પાંચ બહેનો; તેમાં હું સૌથી નાનો હતો. મારા જન્મ પછી મારી માની માંદગીને લીધે માને બદલે દાઈના દૂધ ઉપર હું ઊછર્યો એમ કહેવાય છે. છ મહિનાનો થયો તેવામાં એકાએક ડાબે પગ સૂજી આવ્યા અને તેમાં પરુ ભરાવા માંડ્યું. કણસૂવના રેકી મિસ્કીન નામના વૈદે ઘૂંટણ ઉપરના ભાગમાં નસ્તર મૂકી તેમાંથી પરુ કાઢી નાંખી પગ સાજે ત કર્યો પણ તે કાયમને માટે નબળા થઈ ગયે. મારા પિતામહ રામચંદ્ર કે સંબે જ્યારે સાખવળ આવ્યા ત્યારે ગામ તદ્દન વેરાન જેવું હતું. પણ મારી બાલ્યાવસ્થામાં જ ગામમાં ખૂબ સુધારે થયું હતું. આમ છતાં બે ચાર દિવસે સાંજે છ વાગ્યા પછી વાઘની બરાડ અવારનવાર સંભળાય જ. અમારી પડોશમાં સુબ્રાય કામતની એક નાની શી દુકાન હતી; અને દક્ષિણ તરફ ભિકૂ શેણી સંઝગીરીનું ઘર હતું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust