________________
પર સમુય મા - ૨% 13
ભાવાર્થ :- સત્ત્વ, અસત્ત્વ વગેરે વસ્તુના જ ધર્મો છે, ધર્મોના ધર્મો નથી. કારણ કે ધર્મોના ધર્મો હોતા નથી' તેવું વચન છે.
પ્રશ્ન :- આ રીતે વસ્તુના જ ધર્મો માનવાથી એકાન્તવાદનો સ્વીકાર કર્યો ગણાશે અને તમારા અનેકાન્ત સિદ્ધાન્તની હાનિ થશે.
ઉત્તર :- આ વાત યુક્ત નથી. અનેકાન્તવાદ સમ્યગુએકાન્ત વિના સંભવી શકતો નથી. જો અનેકાન્તમાં સમ્યફ એકાન્ત ન માનો તો અનેકાન્તવાદ ઘટી જ ન શકે. અર્થાત્ વસ્તુનું સ્વરૂપ જ નિશ્ચિત ન થઈ શકે. યથાયોગ્ય નયની અપેક્ષાથી એકાન્તવાદનો ઉપદેશ એ પ્રમાણથી અનેકાન્તવાદનો જ ઉપદેશ છે અને આ રીતે જ દરેક પદાર્થ કોઈ વિરોધ વિના સુંદર રીતે વ્યવસ્થિત રહેલો છે.
વર્તમાનમાં કેટલાક“ધર્મ મોક્ષ માટે જ થાય' આવા સમ્યગુ એકાન્ત ઉપદેશથી ભડકી (કે ભડકાવી ?) તેની સામે અનેકાન્તના નામે સંસારના સુખ માટે પણ ધર્મ થાય” આવાં ઉપદેશ વડે અનેકાન્તાભાસનું સમર્થન કરી તત્ત્વની હાનિ કરે છે. તેઓએ આ વાત બરાબર સમજવી જોઈએ અને તત્ત્વનું નિશ્ચિત સ્વરૂપ શ્રોતાના હૈયામાં સ્થિર થાય તેમ કરવું જોઈએ.
જગતમાં જયકારી શ્રી જિનેશ્વર ભગવાનના શાસનની યથાર્થશ્રદ્ધા કરી સમ્યગ્દર્શનની શુદ્ધિ કરી સર્વે જીવો પરમપદને પામો તે જ પ્રાર્થના. - પૂજ્ય મુનિરાજશ્રી દર્શનભૂષણવિજયજી મ.સા.નો વિનેય મુનિ દિવ્યકીર્તિવિજય
ચંદનબાળા ઉપાશ્રય, વાલકેશ્વર, મુંબઈ.