________________
પ્રસ્તાવના
ર૭
ઉત્પત્તિ જગચન્દ્રસૂરિએ બહુ તપ કર્યો તેથી તેમને “તપ” (એટલે તપસ્વી) એ બિરુદ (પ્રાપ્ત થયું ), કહેવાય છે કે, મેવાડના તે વખતના પાટનગર આઘાટ નગરના રાજાએ સં. ૧૨૮૫ માં આપ્યું, તે પરથી તે સૂરિની શિષ્ય પરંપરાનો ગ૭ “તપ” નામથી પ્રસિદ્ધ થયે; જ્યારે ખરતરગચ્છની ઉત્પત્તિ ગુજરાતના પાટનગર અણહિલપુર પાટણમાં દુર્લભ(રાજ)સેન રાજાની (રાજ)સભામાં શ્રીજિનેશ્વરસૂરિયે ચિત્યવાસી જૈન સાધુઓનો આચાર શાસ્ત્રસંમત નથી એમ બતાવી આપી “ખરતર” (વિશેષ પ્રખર ઉગ્ર (સત્ય) આચારવાળા) બિરુદ પ્રાપ્ત કર્યું. એ પરથી તે સૂરિની શિષ્ય પરંપરા ખરતરગચ્છના નામે ઓળખાવા લાગી, એમ જણાવવામાં આવે છે.
પાટણની ગાદી પર ગુર્જરરાજ દુર્લભરાજે સં. ૧૦૬૬ થી ૧૦૭૮. એમ બાર વર્ષ રાજ્ય કર્યું, એમ મેરૂતુંગસૂરિની વિચારશ્રેણી–સ્થવિરાવલીમાં, તેમજ રાજાવલીકેષ્ટકમાં જણાવ્યું છે અને તે શ્રીમાન ઓઝાજીએ અને અન્ય ઈતિહાસકારોએ સ્વીકારેલ છે. જ્યારે ખરતરગચ્છના કેટલાક, ઉપર્યુક્ત બનાવે બન્યાનો સંવત્ ૧૦૮૦, તો કઈક ૧૦૨૪ આપે છે એમ ખરતરગચ્છ પટ્ટાવલ સંગ્રહ (સંગ્રાહક શ્રીજિનવિજ્યજી, પ્રકાશક બાબૂ પૂરણચન્દ્ર નાહર) પરથી અને અન્ય પટ્ટાવલી પરથી જણાય છે.
(૧) સં. ૧૫૮૨માં થએલી ખરતરગચ્છ-સૂરિપરંપરા પ્રશસ્તિમાં જણાવ્યું છે કે – तत्पट्टपंकेरुहराजहंसा, जैनेश्वराः सूरिशिरोऽवतंसाः जयन्तु ते ये जिनशैवशासन-श्रुतप्रवीणा भववासमक्षिपन् ॥३७।