________________
૨૪૦
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
સંઘપતિ સોમજી શિવા
જગપ્રસિદ્ધ પ્રાગ્ગાટ જ્ઞાતીય મંત્રીશ્વર વસ્તુપાલના નિર્મલ વંશમાં સંઘપતિ જોગીદાસની ભાર્યાં જસમાદેની કુક્ષિથી આ બન્ને ભાઈ આના જન્મ થએલ. . ક્ષમાકલ્યાણજી પોતે રચેલ ‘ખરતર પટ્ટાવલી' માં લખે છેૢ કે અમદાવાદમાં આ બન્ને ભાઈએ ચિટી (ચીભડા) ના વ્યાપાર કરતા હતા. સૂરિજીએ એમને પ્રતિબેોધ આપી જૈન ધર્મમાં દૃઢ બનાવ્યા એમણે તી યાત્રા, નવા જિનબિમ્બેનાં નિર્માણ, જિર્ણોદ્ધાર અને સ્વધી વાત્સલ્ય આદિ શુભકાર્યોંમાં લાખા રૂપિયા ખર્ચી જૈનશાસનની મહાન સેવા અને પ્રભાવના કરેલ.
સં. ૧૬૬૪ માં જોગીશાહ અને સામજીએ શત્રુ જયના મેટા સંઘ કાઢી સૂરિજીની સાથે શત્રુંજય ગિરિરાજની યાત્રા
* શીલવિજયજી કૃત તીર્થયાત્રામાં ઉલ્લેખ છે કેवस्तुपाल मंत्रीश्वर वंश, शिवा सोमजी कुलवतंस | शत्रुंजय उपरि चौमुख कियउ, मानव भव लाहो ति लियउ || મુંબઈથી પ્રકટ થએલ શ્રીજિનચન્દ્રસૂરિ જીવનચરિત્ર” માં એમના ધનવાન થવા ખાખતની એક દંતકથા લખી છે કેઃ—
આ બન્ને ભાઈ એ ચિભડાના વેપાર કરતા હતા, એમને ભાગ્યાય જાણી સૂરિજીએ પ્રતિષેધ દીધા. લાભ જાણી સૂરીશ્વરે એમના નવીન વસ્ત્રો પર સપ્રભાવ વાસક્ષેપ નાંખ્યા. ઘણાં તરબૂચ ખરીદ કરી આ ભાઈ આએ ! પર એ વસ્ત્ર ઢાંકી વેપાર કરવા લાગ્યા, તે ઉનાળાના સમયમાં કાઈ નગરને લૂંટીને શાહી ફેજ આવેલી ત્યારે તેને અમદાવાદમાં એમને ત્યાંથીજ ચીભડા-તરબૂચા એક એક સેનામહાર આપીને ખરીદવા પડેલ, કેમકે અન્યત્ર કયાંય ખરમૂજ આવા ન મળ્યાં. આ વેપારમાં સામ–શિવાએ અગણિત દ્રવ્ય ઉપાર્જિત કર્યું.