________________
૨૮૨
પરિશિષ્ટ (ગ) इस बाब(त)में फरमान मुहरवाला कर दिया। अब करमान मेहताने भलमणसाइ करके जैन मारगके तमाम गच्छके लोगांकुं सब देहरे दे डाले, इस वास्ते के मुझे तो पातसाने कृपाकर दिए, हमें सेबुजाके सब देहरे त(माम)वाब (?) जैन मारगके टोलाके, मुझे एकलाकुं राखणे लायक नहीं। अरु तेहत्तर वरस हुवेके छोटे तपागच्छने हीरविजयसूर तपाके गच्छकुं अपनेसे जुदा किया, अरु हीरविजयसूरके चेले भाणचंदकुं पूछणा चाहिये के-आदिनाथके देहरा अरु किल्ला ७३ वर्ष पहले तुमारा था के ७३ वरस पीछे तुमारा हुवा? अगर भाणचंद केहवे-७३ वरस पहला किसा (?) हमारा था तो छोटे तपागच्छका लिखा हुआ तको (?) किससे हीरविजेसूरका गच्छ जुदा हुआ?, लिखा अपने हाथमें है के-सतरंजा अरु आदिनाथका देहरा किल्ला तमाम जैन मारगका है, अगर कोई दावा-हरकत करे सो झूठा, अगर कोइ तपामतके कहते हैं सेजा हमारा है सो विचार तजवीज करेगा। सेजुंजा तमाम जैन मारगका હૈ, કૃપા રવાના “વાર્મચંદ્રવ દે*
* મૂળ ફરમાનનો આ અનુવાદ બીકાનેરના મોટા ઉપાશ્રયમાં બૃહદ્ જ્ઞાન ભંડાર સ્થિત ૧૯ મી સદીમાં લખાયેલ એક પાનાની જેવીની તેવી નકલ કરીને અહિં પ્રકાશિત કરેલ છે. અનુવાદ કરનારની અસાવધાનીના અંગે કેટલીક ભૂલો અનુવાદમાં રહી ગયેલ જણાય છે.
આ ફરમાનમાં તીર્થાધિરાજ શ્રી શત્રુંજય સંબંધી ઘણી મહત્વની વાતો જાણવા મળે છે, ગિરનાર શત્રુંજય અને પાલીતાણા (શહેર) ના દેવાલયોની સુરક્ષા નિમિત્તે સમ્રાટે મંત્રીશ્વર કર્મચંદ્રજીને આધીન કરવા સાથે તેના ફરમાન લખી આપવાનું, શત્રુંજય તીર્થના કિલ્લામાં નવીન દેવાલય બનાવવા ભાનચંદ્રજીએ નિષેધ કરવાનો ઉલ્લેખ છે.
શત્રુંજય તીર્થ પર નવીન મંદિર બનાવવા બાબતમાં ખરતરગચ્છ અને તપાગચ્છવાળાઓને ઝઘડો થવાનો ભાનચંદ્ર ચરિત્રના પરિશિષ્ટમાં છપાએલ (નં. ૪) પ્રશસ્તિ આદિથી પણ જાણવા મળે છે. તે ઝગડાની ઉપશાંતિ નિમિત્તેજ આ ફરમાન જાહેર કરવામાં આવ્યો હોય એમ જણાય છે. આ બાબતનો વિશેષ વિચાર મૂળ ફરમાન મલ્યથી કરી શકાશે.
પ્રાચીન પત્રોની નકલ જેમની તેમજ કરીને પ્રકાશિત કરવામાં અમોએ પૂરેપૂરી સાવધાની રાખી છે. જે પ્રતિ અશુદ્ધ મળી છે, તે પણ પાઠકને મૂળ વસ્તુના દર્શન તે રૂપેજ થઈ શકે. એટલે પ્રાયઃ તે રૂપે પ્રકાશિત કરેલ છે.