________________
ભક્ત શ્રાવક ગણુ
૨૪૧
કરી હતી, જેના ઉલ્લેખ આ ગ્રંથમાં પ્રકરણ ૫ માંના અંતિમ ભાગમાં કરવામાં આવેલ છે.
સં. ૧૬૫૩ અમદાવાદમાં આદિનાથના નવનિર્મિત જિનાલયની સૂરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી. એમણે રાણકપુર, ગિરનાર, આ‰, ગૌડી પાર્શ્વનાથ અને શત્રુજય પર મેટા મેોટા સંઘ કાઢી યાત્રાએ કરી, દરેક સ્થળે લ્હાણીએ કરી, કરોડો રૂપિયાના ખર્ચ કર્યાં, જેના ઉલ્લેખ કવિવર સમયસુંદરજી ‘કલ્પલતા' માં આ પ્રમાણે કરે છેઃ—
यद्वारे पुनरत्र सोमजिशिवाश्राद्वौ जगद्विश्रुतौ, याभ्यां राजपुरस्य रैवतगिरेः श्री अर्बुदस्य स्फुटम् । गौडीश्री विमलाचलस्य च महान्, संघोऽनघः कारितो, गच्छे लम्भनिका कृता प्रतिपुरं, रुक्माद्विमेकं पुनः ॥९॥ એક પટ્ટાવલીમાં લખ્યું છેઃ—
'
सं. सौमजी शिव शत्रुंजयनी पहली यात्रा करी, ३६००० रुपइया खरच्या, वली बडी प्रतिष्ठायइ ३६००० रुपिया खरच्या, गिरनार आवूना संघ कराव्या अनेक देहरा कराव्या बिम्ब भराव्या, खरतरगच्छमां लहाण कीधी "
અમદાવાદની દસાપોરવાડ જાતિમાં એમણે કેટલાંક સારા રીતરિવાજો પ્રચલિત કરેલા એટલે હજીય વિવાહુપત્રના લેખમાં શિવા સેામજીની રીતિ પ્રમાણે લેવા દેવાની મર્યાદા લખાય છે. એમના નિવાસસ્થાન ધના સુતારની પેાળમાં, જિનાલયના વાર્ષિક દિવસ હોય કે અન્ય પ્રસંગ પર જ્યારે જમણવાર થાય છે, ત્યારે નિમંત્રણ પણ ‘શિવા સેમજી’ ના નામથી દેવાય છે. એમણે અમદાવાદમાં ત્રણ જિનાલયે મનાવ્યાં. (૧) ધના સુતારની ઉર્ફે શિવા સેામજીની પાળમાં આદિનાથજીનું મ`દિર,