________________
७१
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ “હે ભગવન્! ખંભાતથી અહીં આવતાં માર્ગમાં આપને શ્રમ તે પજ હશે, કિન્તુ મેં તે ભવિષ્યમાં જીવદયાના પ્રચારના હેતુથી જ આપને લાવ્યા છે. આપે અત્રે પધારી મારા પર મોટી કૃપા કરી છે. હું આપ પાસેથી જૈનધર્મને વિશેષ બેધ પ્રાપ્ત કરી જીવોને અભયદાન અપી આપને
ખેદ (માગ–શ્રમ) દૂર કરીશ.” - સમ્રાટના આ વિનીત વચનો સાંભળી સૂરિમહારાજે મૃદુ વચને વડે કહ્યું, “સમ્રા! સધર્મને પ્રચાર કરે. એજ અમારૂં ધ્યેયમાત્ર છે, અને સર્વત્ર વિચરતાજ રહેવું, એ અમારે ખાસ આચાર છે. એટલે માર્ગશ્રમને અમને જરાય ખેદ નથી. કર્તવ્યપાલન કરવાજ અમે અહીં આવ્યા છીએ. આપની ધર્મજિજ્ઞાસુતા દેખી અમને પરમ આનંદ થયા છે.” આ વાર્તાલાપથી સમ્રાટને ખૂબ હર્ષ થયે. સૂરિજીને હાથ મિલાવી ભારે સન્માન સહિત એ સૂરિજીને યૌઢી-મહેલમાં લઈ ગયા. આનું વર્ણન એક કવિએ આ પ્રમાણે કર્યું છે. पहुंता गुरुदीवाण देखी अकबर, आवइ साम्हा उमहीए। वंदी गुरुना पाय मांहि पधारिया, सइ हत्थि गुरुनौ कर गहीए । पहुंता ड्योढी मांहि सहगुरु शाहजी, धर्म बात रंगे करईए। चिन्ते श्रीजी देखी(ए' गुरु होय सेवतां पापताप दूरई हरइए ॥८९॥
(યુ. શ્રીજિનચન્દ્રસૂરિ અકબર પ્રતિબંધ રાસ) મહેલમાં યથા–સ્થાન બેઠક લગાવ્યા બાદ પરસ્પર ધર્મગોષ્ઠી ચાલી. સૂરિજીએ પિતાની ઓજસ્વી વાણી વડે પ્રભાવશાળી શબ્દ દ્વારા આ પ્રમાણે ઉપદેશ દે આરંભ કર્યો :–
સમ્રાટ ! આત્મા એ એક સનાતન સત્ય પદાર્થ છે, જેનું અસ્તિત્વ અનુભવ આદિથી સિદ્ધ છે. એ જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ સદ્ગુણોનો સમૂહ છે, અને ચૈતન્ય એનું લક્ષણ છે.