________________
આજ્ઞાન તી સાધુ સંઘ
૨૧૧ સૂરિજીના આજ્ઞાનુયાયી હતા. એ પછી એમનાથી “ભાવહષીય શાખા” નામે ગભેદ છેએમનો વ પરિચય “ઐતિહાસિકજેન-કાવ્ય સંગ્ર” માં મળશે.
(૧૧) વિનયમે એમણે રચેલ ૧ પન્નવણા વિચાર સ્તવન ગાઇ ર૫ (સં. ૧૬૯૨ પ. સુ૧૫ સાચેર, સંગ્રહમાં છે), તેમ ૨ “હંસરાજ વછરાજ પ્રબંધ” (સ. ૧૬૬૯ લાહોર), યવના ચૌ. દ્રૌપદી ચૌ, ઉપલબ્ધ છે. એ શ્રી જનકુશલસૂરિ શિષ્ય ક્ષેમકી તિ શાખાનાં હતા.
ઉપરાંત સૂરિજીના આજ્ઞાનુવતિ સાધુસંધમાં અનેક વિદ્વાન અને કવિઓ હતા. પરંતુ પ્રાથ-વિસ્તાર વધી જવાના ભયથી. તેમજ કાંઈક અંશે વિષયાંતર થઈ જતો હોવાથી, અને નીરસતા ન આવી જાય એ કારણે પણ એમનો પરિચય આપેલ નથી. ઉપરોકત વિદ્વાનોનો પરિચય પણ અમોએ ખૂબજ સંક્ષિપ્તતયા આપેલ છે. બીકાનેર જ્ઞાનભંડારની સૂચિઓ, નોટસ ઈત્યાદિ સામગ્રી પરિચય લખતી વેળા પાસે નહીં હોવાના કારણે કેટલીક અપ્રસિધ્ધ કૃતિઓનો પરિચય પણ આપી શકાયો નથી. ભવિષ્યમાં વાચકોની અભિરુચિમાં અભિવૃદિધ થાય, અને યથાયોગ્ય અવસર મળે તો તત્સંબંધી વણાપૂર્ણ વિસ્તૃત વિવેચન કરવાની અભિલાષા છે.
17