________________
સ્વગમન
૧૪૯
બિલાડુ પધાર્યાં એ સમયે એમની સાથે વા. સુમતિ કલ્લેાલ +, વા. પૂણ્યપ્રધાન, ૫. મુનિવલ્લભ, ૫. અમીપાલ આદિ અનેક સાધુ હતા. સં. ૧૬૭૦ ના ચાતુર્માંસ ત્યાં કર્યાં.
સૂરિમહારાજના બિરાજવાથી ધર્મ ધ્યાન ખુખ થયા. મુનિસમુદાય સ્વાધ્યાય, ધ્યાન, સંયમ અને તપશ્ચર્યા કરવામાં તલ્લીન થઈ ગયા. ધર્મિષ્ઠ શ્રાવકગણ પૌષધ, પ્રતિક્રમણ, શાશ્રવણ અને દ્રવ્યના સદુપયાગ કરવામાં પ્રવૃત્ત થઈ ગયા. તેમાંયે પર્વાધિરાજ પર્યુષણાના દિવસેાની તેા વાતજ શું? ધ ભાવનાના પ્રવાહ ચારે તરફ એવાતા વહેવા લાગ્યા કે જેનું વર્ણન કરવું લેખન શક્તિની બહાર છે.
પ ણુપર્વ આનંદ પૂર્વક આરાધ્યા બાદ સૂરિજીએ જ્ઞાનાપયેાગથી પોતાની આવરદા પૂરી થતી જાણી શિષ્યવગને મહત્ત્વની ભલામણ દેવા લાગ્યાઃ—“તમે લેાકે જૈનશાસનની ઉન્નતિ કરવાની સાથેાસાથ આત્માન્નતિ કરવામાંય હરહમેશ કટિબધ્ધ રહેજો. ગચ્છના ભાર આચાર્ય · જિનસિંહસૂરિ ' ધારશે, તમે તત્પરતાપૂર્વક એમની આજ્ઞાનું પાલન કરો” ઈત્યાદિ.
6
સ્થાનિક શ્રાવક-શ્રાવિકાઓને પણ તેમના ચેગ્ય
+ એમણે સ. ૧૭૦૫ માં કવિવર સમયસુ ંદરછના વિદ્વાન શિષ્ય વાદી હનિ દનની જોડે રહીને પરમ સુવિહત ખરતરગચ્છ વિભૂષણ નવ ંગી ટીકાકાર શ્રીઅભયદેવસૂરિ રચિત ઠાંગવૃત્તિગત ગાથાઓની વૃત્તિ રચી છે. જેની ાચીન પ્રતિ લીંડીના ભંડારમાં છે.
આ રેસલમેરથી . વિમલતિલક આદિએ ચૈત્ર સુદ ૧૦ ના રાજ મૂરિને એક પત્ર પાડવ્યે જેમાં આ નામેા લખેલ છે. એ સંસ્કૃત પત્ર આ પુસ્તકના પરિશિષ્ટ(ધ)માં આપેલ છે. એમાં જિનસિંહરિજીનુ નામ નથી એથી જણાય છે કે એ વખતે તે સૂરિજીની સાથે નહીં હોય, ને પાછળથી ચાતુર્માસ સમયે ગુરૂ મહારાજ પાસે બિલાડા આવી પહોંચ્યા હશે.