________________
પરિસ્થિતિ સારી એવી સત્તા જમાવી દીધી હતી. શુષ્ક ક્રિયાકાંડ અને અને ઉપલકીઆ આડંબરમાં સાચી ધાર્મિકતા લેખવામાં આવતી. ખુદ સાધુઓને કઠણ આચાર-વિચારોમાં પણ ક્રમશઃ શિથિલતાએ પ્રવેશ કરી પિતાને અડ્ડો જમાવી દીધો હતો. ન પડતી પછી ચડતી થાય, એ એક સામાન્ય નિયમ છે; આ અટલ નિયમાનુસાર પ્રત્યેક કપરા કાળે વિકૃત પરિસ્થિતિને સુધારવા માટે અને ધર્મરક્ષાથે મહાપુરૂનાં જન્મ થયા કરે . આવશ્યક્તા પ્રમાણે આ સમયે પણ અમુક મહાપુરુષે પ્રકટ થયા, જેમાં પ્રાતઃસ્મરણીય, પૂજ્યપાદ, મહોપકારી અસાધારણ પ્રતિભાસંપન્ન આપણું ચરિત્રનાયક સ્વનામધન્ય શ્રીજિનચન્દ્રસૂરિજી મહારાજનું સ્થાન આગળ પડતું અને ખાસ ઉલ્લેખનીય છે. - આર્ય પ્રજાના સુખ ખાતરજ એમને મંગલમય જન્મ થયો હતો. એમણે કેવળ નવ વર્ષની ઉમ્મરે વૈરાગ્ય ઉત્પન્ન થતાં ભાગવતી દીક્ષા ગ્રહણ કરી, સત્તરમે વર્ષે ગચ્છનાયક આચાર્યપદ પ્રાપ્ત કર્યું, ને એકદમ કિદ્ધાર કરી કઠેર ચારિત્ર પાળનારાઓમાં આગેવાન ગણાવા લાગ્યા. સૂરીશ્વરે પિતાના અસીમ પ્રભાવ વડે ખરતર ગચ્છના સાધુઓની શિથિલતા દૂર કરી, અન્યને માટે એક આદર્શપથ રજૂ કર્યો.
જૈનશાસનની પ્રભાવનાના હેતુથી સમ્રાટ અકબરના વિનીત-આમંત્રણને સ્વીકારી સૂરિમહારાજ ખંભાતથી લાહેર પધાર્યા. ત્યાં પિતાના સદુપદેશના સામર્થ્ય વડે તેમણે સમ્રાટ પર અલૌકિક પ્રભાવ પાડે, અને આમ, સીધી તેમજ આડકતરી રીતે ભારતીય પ્રજાને સુખી બનાવી સમ્રાટ પાસે અમારિ ફરમાન કઢાવી હિંસાપ્રધાન યવન રાજ્યમાં પણ અહિંસાધર્મને