________________
સૂરિપરંપરા
૧૫ ગર્ભિત સ્તોત્ર આદિ અનેક સ્તોત્ર આદિની રચના કરી છે. એમનો સ્વર્ગવાસ સં. ૧૨૧૧ અષાઢ સુદ ૧૧ના રોજ અજમેર ખાતે થયે. એમના પટ્ટ પર નરમણિમંડિતભાવસ્થલ આચાર્ય શ્રીજિનચન્દ્રસૂરિજીને એમણે સ્વહરતે સ્થાપિત કર્યા. તેઓ “મણિધારીજી' નામથી પ્રસિદ્ધ થયા. નાની વયમાં જ તેઓ ભારે પ્રતિભાસંપન્ન આચાર્ય થયા. એમને સ્વર્ગવાસ દિલ્હીમાં સં. ૧રર૩ના ભાદ્રપદ (ગુ.શા.) વદી ૧૪ના રોજ થયે. + શ્રીતીર્થ પાવાપુરીજીના શિલાલેખ અને કેટલીક પટ્ટાવલીઓથી પ્રતીત થાય છે કે એમણે જ મહતિયાણ જાતિની સ્થાપના કરી હતી. આ જાતિની બહુ ઉન્નતિ થઈપૂર્વદેશીય પાવાપુરીજી, ૨ાજગૃહ આદિ તીર્થોના મંદિરે આ ભાગ્યશાળી મતિયાણ સંધદ્વારા બન્યા તેમજ જીર્ણોદ્ધાર કરાવાયા છે. વ્યવસ્થાકુલક (ચતુર્વિધ સંઘશિક્ષા ગાથા ૬૯) નામક ગ્રન્થની અને પાર્શ્વ સ્તોત્રની રચના પણ એમણે કરી છે.
એમનું પ્રભાવશાળી શુભ નામ ખરતરગચ્છમાં સદા અમર રાખવા માટે ચતુર્થ પાટ પર એજ નામ (આચાર્યોનું) રાખવાની પ્રથા પ્રચલિત કરવામાં આવી. એમના સ્વર્ગવાસ પછી શ્રીજયદેવાચાર્ય શ્રી જિનપતિસૂરિજીને પટ્ટધર આચાર્ય બનાવ્યા. વિદ્વત્તામાં એમની પ્રતિભા ખૂબ ખૂબ વૃદ્ધિ પામી હતી. છત્રીસ શાસ્ત્રાર્થોમાં એમણે વિજય પ્રાપ્ત કર્યો હતો. વાદીઓને યુકિત તેમજ પ્રમાણે દ્વારા નિરુત્તર કરી દેવામાં તેઓ સાક્ષાત “સરસ્વતી પુત્ર”જ હતા. એમનું જીવનચરિત્ર વિસ્તાર પૂર્વક
+ એમનું વિસ્તૃત જીવન ચરિત્ર “મણિધારી જિન ચંદ્રસૂરિ'ના નામે - હિંદીમાં નાહટા બંધુઓ તરફથી અને એને જ ગુજરાતી અનુવાદ મુંબઈ પાયધુની મહાવીર સ્વામીના દેરાસર તરફથી પ્રકાશિત થઈ ચૂકેલ છે