________________
પ્રસ્તાવના
૪૯
પુરૂષને જૈન ગ્રન્થાલનાં રેશમી વસ્ત્રોથી વીંટળાએલા, ગર્ભ શ્રીમાના લાડકવાયા પુત્રની જેમ પંપાળાતા ગ્રન્થ ચારવાનું મન થાય એ આપણે સારૂ એક સરસ પ્રમાણપત્રજ ગણાય. આપણે એની જેવી જોઈએ તેવી વ્યવસ્થા કરી શક્યા નથી, એનાથી જગતને અને આપણને પિતાને જે લાભ મળે જોઈએ તેનાથી આપણે વંચિત જ રહ્યા છીએ. અને એનું કારણ આપણે વિદ્યા, સાહિત્ય, જ્ઞાન કરતાં પણ ધનવૈભવને વિશેષ અગત્યનું આસન આપ્યું છે એજ છે એમ તેમના કહેવાનો મુખ્ય આશય છે. જુદાં જુદાં સ્થાનેએ, જુદી જુદી માલિકીના અનેક ગ્રંથભંડારો હોય તેનાં કરતાં સાર્વજનિક અને મુખ્ય સ્થળે ગ્રન્થસમૃદ્ધ પુસ્તકાલય હોય એ વધુ ઈચ્છવા ચગ્ય છે. મર્યાદિત દ્રવ્ય અને શક્તિથી એનું સુગપણે સંરક્ષણ અને પ્રચાર પણ થઈ શકે. આવી સીધી સાદી વાત પણ આપણા વ્યવહારદક્ષ આગેવાનને ગલે હજી ઉતરતી નથી.”
લેખક મહાનુભાવોએ અન્ય માલેકીના પુસ્તક ભંડારેને તપાસવા જેટલી સગવડ મેળવી તેનો બને તેટલે ઉપગ કરવાને ઉદ્યમ કર્યો, એટલું જ નહીં પરંતુ પોતે પણ પિતાના માટે અનેક ગ્રંને જબરો સંગ્રહ દ્રવ્ય ખરચી બીકાનેરમાં કર્યો છે કે જે જોવા આવવાનું આમંત્રણ મને કરતાજ આવ્યા છે. એ સંગ્રહનો એક સાર્વજનિક સંગ્રહસ્થાન તરીકે જનતાને લાભ મળે એવો પ્રબંધ કરવાની તેમની અભિલાષા છે તે સત્વર પાર પડે !
“સૂરીશ્વર અને સમ્રાટ’ એ પુસ્તકમાં અકબર બાદશાડ, તેની સાથે સંબંધ ધરાવતી અન્ય વ્યક્તિઓ, રાજવહીવટ વગેરે સંબંધી જૈનેતર સાધન દ્વારા એકત્રિત કરેલી હકીકત