________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ ઉપરના પ્રમાણે જિનેશ્વરસૂરિન શિષ્ય પરંપરામાં જયા, હવે આપણે તેથી ભિન્ન પરંપરામાંનું એક સ્વતંત્ર પ્રમાણ લઈએ, તે ચન્દ્રગચ્છમાંથી પછીથી થએલ રાજગચ્છના ધનેશ્વરસૂરિ, અજિતસિંહ, શાલિભદ્ર, શ્રીચન્દ્ર જિનેશ્વરાદિ, પૂર્ણભદ્ર, ચન્દ્રપ્રભસૂરિ શિધ્ય પ્રભાનંદસૂરિએ પ્રભાવક ચરિત્ર સંસ્કૃત કાવ્યમાં સંવત્ ૧૩૩૪માં રચ્યું છે તેમાં આપેલા જિનેશ્વરસૂરિના શિષ્ય અભયદેવસૂરિ કે જેમણે નવ અંગેપર સંસ્કૃત વૃત્તિઓ રચી છે તેના ચરિત્રમાંથી નીચેની હકીકત મળી આવે છે :
“ભેજના રાજત્વકાળમાં ધારાનગરીમાં વસતા લક્ષ્મીપતિ નામે શ્રીમન્તને ત્યાં રહેલા મધ્ય દેશના બે વિદ્વાન યુવાન વ બ્રાહ્મણપુત્ર શ્રીધર અને શ્રીપતિએ આચાર્ય વર્ધમાનસૂરિ પાસે દીક્ષા લીધી અને તેઓ જિનેશ્વર અને બુદ્ધિસાગર નામથી પ્રસિદ્ધ થયા.”
આ વખતે પાટણમાં ચૈત્યવાસીઓનું પ્રાબલ્ય હતું, તે એટલા સુધી કે તેમની સમ્મતિ સિવાય સુવિહિત સાધુ પાટણમાં રહી નહોતા શકતા, આચાર્ય વર્ધમાનસૂરિએ પિતાના શિષ્ય જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરને ત્યાં મોકલીને પાટણમાં સુવિહિત સાધુઓને વિહાર અને નિવાસ ચાલુ કરાવવાને વિચાર કર્યો. અને પિતાના ઉક્ત બને શિષ્યોને પાટણ તરફ વિહાર કરાવ્યું. તે બન્ને પાટણમાં ગયા પણ ત્યાં તેમને
સં. ૧૨૯૫ માં રચાએલ ગણધરસાર્ધશતક બૃહત્તિમાં વર્ધમાનસુરિજી પણ પાટણ સાથેજ પધાયા હતા, અને રાજસભામાં પણ સાથે હતા, એવો સ્પષ્ટ ઉલ્લેખ છે.
–લેખક.