________________
દીમદષ્ટિ ભક્તિના બે પ્રકાર-ચિત્ર અને અચિત્ર
(૩૬૫) પિતાના અધિકારભેદથી ભિન્ન ભિન્ન આચાર પાળતા હોય, નાના પ્રકારના અનુષ્ઠાન આદરતા હોય, પિતાની ઉંચી નીચી આત્મદશા અનુસાર વિવિધ રીતે તે પ્રભુને ભજતા હોય, પણ તે ઉપાસ્ય-આરાધ્ય પ્રભુ જે એક જ છે તે તેના ઉપાસકે–આરાધકે પણ એક રૂપ જ છે.
ચિત્ર અચિત્ર દેવભક્તિ વિભાગ શાઅગભ જ (શાસ્ત્રમાં કહેલ) બીજી ઉપપત્તિ-યુક્તિ કહે છે –
चित्राचित्रविभागेन यच्च देवेषु वर्णिता । भक्तिः सद्योगशास्त्रेषु ततोऽप्येवमिदं स्थितम् ॥ ११०॥ ચિત્ર અચિત્ર વિભાગથી, ભક્તિ દેવની જેહ;
સદ્યોગ શા વર્ણવી, તેથી પણ સ્થિત એહ, ૧૧૦ અર્થ –અને દેવ પ્રત્યેની ભક્તિ, ચિત્ર અને અચિત્ર એ બે વિભાગથી સગશાસ્ત્રોમાં વર્ણવવામાં આવી છે,–તે ઉપરથી પણ આ (જે કહ્યું તે) એમ જ સ્થિત છે.
વિવેચન
ઉપરમાં જે કહ્યું કે સર્વજ્ઞનું એકપણું છે, તેનું સમર્થન કરવા માટે શાસ્ત્રોક્ત બીજી યુક્તિ અહીં કહી છે–અધ્યાત્મ વિષયનું ચિંતન કરનારા સગશામાં વર્ણવવામાં આવ્યું છે કે-કપાલ, મુક્ત વગેરે દેવની ભક્તિના બે સ્પષ્ટ વિભાગ પડે છે:-(૧) ચિત્ર એટલે ભિન્ન, જુદા જુદા પ્રકારની, (૨) અચિત્ર એટલે અભિન્ન અથવા જુદા જુદા પ્રકારની નહિં તે. આ સતુશાસ્ત્રની પુષ્ટિ ઉપરથી પણ, પ્રસ્તુત સર્વજ્ઞ ને તેના ભકતની એકતા છે, તે એમ જ સ્થિત છે, એમ જ સંસિદ્ધ થાય છે. “નહિં સર્વ જજુઆ, તેહના વળી દાસ; ભક્તિ દેવની પણ હીજી, ચિત્ર અચિત્ર પ્રકાશ...મન.” –. સઝાય ૪-૧૪
આ જ અર્થને સ્પષ્ટ કરતાં કહે છેઃ
વૃત્તિ:- નિત્રાવિત્રવિમોન-ચિત્ર-અચિત્ર વિભાગથી – જેનું લક્ષણ કહેવામાં આવશે, ચાઅને જે, સેવે વર્ણિતા-દે પ્રત્યે લોકપાલ-મુક્ત આદિ દેવ પ્રત્યે વર્ણવવામાં આવી છે, મતિ:ભક્તિ, સોનાપુ-સમશાસ્ત્રોમાં, સર્વ અધ્યાત્મચિંતા શાસ્ત્રોમાં, તાવતે કારણ થકી પણ, શનિ સ્થિતમ-આ પ્રસ્તુત એમ સ્થિત છે.