________________
(૭૫૨)
યોગદષ્ટિસમુચ્ચય
અને આમ અંતરનો મેહ છૂટ્યા વિના પિપટીઓ પંડિત બની મઢેથી જ્ઞાનની વાત કરી, જ્ઞાનીમાં ખપવાની ખાતર, તે પામર પ્રાણી માત્ર જ્ઞાનીને દ્રોહ કરે ! ને પિકળ જ્ઞાનીશુષ્કજ્ઞાની એવા તે પિતે ગ્રંથ “વાંચો છે” એમ જાણે છે, પણ આત્માને “વો છે” એમ જાણતા નથી ! અને ગ્રંથ ભણી તે જનને પણ વચે છે! એટલે આવા અયોગ્ય છે આવા પરમ યેગ્ય ઉત્તમ યોગ ગ્રંથના અધિકારી કેમ હોય ?
“મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ્યો ન હ;
તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીને દ્રોહ.”—શ્રી આત્મસિદ્ધિ. “નિજ ગણ સચે મન નવિ ખર્ચ, ગ્રંથ ભણી જન વંચે;
લુચે કેશ ન મુચે માયા, તે ન રહે વત પંચે.”-સા, 2. ગા. સ્ત, વળી શાસ્ત્રમાં ત્રણ પ્રકારની સભા-શ્રોતાપરિષદ કહી છે. તે પ્રમાણે શ્રોતાના ગુણ-અવગુણ તપાસીને ઉપદેશ દેવાની શાસ્ત્રકારેની શૈલી છે–પદ્ધતિ છે. અપાત્ર શ્રોતાને તેને અયોગ્ય એવી ઉપદેશવાર્તા કરવામાં આવે તે ઉલટી અનર્થકારક થઈ પડે છે, કારણ કે તે તેને ઝીલી શકવાને સમર્થ નથી અને ઉંધા અનર્થકારક અર્થમાં લઈ જાય છે. આ શ્રોતાના પ્રકારનું સ્વરૂપ શ્રી નંદીસૂત્રથી જાણવા યોગ્ય છે.
“ગુહ્ય ભાવ એ તેને કહીએ, જેહ શું અંતર ભાજી,
જેહશું ચિત્ત પટંતર હવે, તેહશું ગુહ્ય ન છાજે; યોગ્ય અગ્ય વિભાગ અલહ, કરશે મોટી વાત છે,
ખમશે તે પંડિત પરષદમાં, મુષ્ટિ પ્રહાર ને લાતેજી.– , દ, સક્ઝા. ૮-૭
તેમાં જે મૃગ પરિષદ જેવા શ્રોતાજને છે, તે સિંહનાદ જેવી ચાખી ચટ વીરવાણી સાંભળી ત્રાસે છે! મૃગલાનું ટોળું દૂરથી સિંહનાદ સાંભળીને ભય પામે છે, ગભરાઈ
જાય છે, અને ભડકીને ભાગે છે, તે સન્મુખ આવે જ કેમ? તેમ સિંહનાદ જેવી જે મૃગલાંના ટોળા જેવા શ્રોતાઓ છે, તે સિંહનાદ જેવી સ્પષ્ટ વીરવાણી નગ્ન સત્યરૂપ વીરવાણી શ્રવણ કરીને ત્રાસે છે, ગભરાઈ જાય છે, અને
ભડકીને ભાગે છે! તે સન્મુખ દષ્ટિ કરીને શ્રવણ કરવાને ઉભા જ શેના રહે? એવા ગતાનુગતિક, ગાડરીઆ ટેળા જેવા રૂઢ ને મૂઢ શ્રેતાજને આ સત્ય તત્ત્વવાર્તા કેમ ઝીલી શકે? અને આ જે ગગ્રંથની વાણું છે, તે તે સાચા વીરપુત્રની સિંહનાદ જેવી પરમ વીરવાણી છે, એટલે તે સાંભળવાને મૃગલાં જેવા હીનસત્વ છે કેમ એગ્ય હોય? કારણકે નગ્ન સત્યરૂપ પરમ તત્ત્વવાર્તા અત્રે પ્રગટ કહી છે. શુદ્ધ આત્મસ્વભાવ સાથે યુજન કરવારૂપ શુદ્ધ યોગભાવની પદ્ધતિ એમાં બતાવી છે. આવી સિંહગર્જના સમી વીરવાણી ઝીલવાને અલ્પસત્વ કાયર અને કેમ એગ્ય હોય! “ કરેગે