Book Title: Yogdrushti Samucchaya New Edition Part 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 455
________________ રાદદિને સાર (૭૬૭) જ્યાં પરપરિણતિને કાંઈ સંગ હેત નથી, પરસમયની જેમાં સ્વપ્ન પણ છાંયા પડતી નથી, સમય માત્ર પણ જેમાં વિભાવવૃત્તિ હોતી નથી, અને શુદ્ધ આત્મારૂપ સ્વસમયમાં જ સ્થિતિ હોય છે, એવી સત અસંગ પ્રવૃત્તિ જ્યાં વત્તે છે, એવું “અસંગાનુષ્ઠાન' સંજ્ઞાથી ઓળખાતું સત્પવૃત્તિપદ અત્ર પ્રાપ્ત હોય છે. મહાપથના પ્રયાણુરૂપ હેઈ નિત્યપદ પમાડનારું આ અસંગાનુષ્ઠાન પ્રશાંતવાહિતા, વિભાગપરિક્ષય, શિવવત્મ, ધ્રુવભાગ-એમ અનેક નામે યોગીઓથી ગવાય છે. આને અત્ર સ્થિત યોગી શીધ્ર સાધે છે, તેથી આ પદ પમાડનારી આ દૃષ્ટિ જ ગવિદોને ઈષ્ટ છે. ૮. ૫રાદષ્ટિને સાર જ્યાં બે પ્રકાશ ચંદ્ર સમાન હોય છે, એવી આઠમી પરા દ્રષ્ટિમાં આઠમું યોગાંગ સમાધિ પ્રાપ્ત થાય છે, આઠમે આસંગ નામને ચિત્તદોષ નષ્ટ થાય છે, અને આઠમો પ્રવૃત્તિ ગુણ પ્રગટે છે. એટલે સમાધિનિષ્ઠ એવી આ પરા દૃષ્ટિમાં જ્યાં સર્વ પરભાવ-વિભાવ સમાઈ જાય છે, આત્મા સદા શુદ્ધ સ્વભાવમાં સમાય છે, મન આત્મામાં સદાય વિલીન થાય છે, એવી પરમ સુખદાયી આત્મસમાધિ પ્રગટે છે; સર્વ પ્રદેશમાં ચંદનગંધન્યાયે આત્મસ્વભાવે પૂર્ણ પ્રવૃત્તિવાળી સહાત્મસ્વરૂપ આત્મપ્રવૃત્તિ થાય છે. આ પરમ યોગારૂઢ પુરુષ સર્વ આચારથી પર એ નિરાચાર પદવાળો હોય છે, એટલે આરૂઢને આરોહણના અભાવની જેમ એને કઈ આચાર પાળવાપણું રહેતું નથી. રત્નના નિયોગથી-વ્યાપારથી અહીં લેકમાં રત્નાવણિક જેમ કૃતકૃત્ય થાય છે, તેમ ધર્મસંન્યાસના વિનિયોગથી–વ્યાપારથી આ મહામુનિ કૃતકૃત્ય થાય છે. અર્થાત્ સર્વ ક્ષાયોપથમિક ધને સંન્યાસ–ત્યાગ કરવારૂપ ધર્મસંન્યાસ યોગને પામેલે આ યોગીશ્વર અપૂર્વકરણે ક્ષપકશ્રેણી પર આરહી નિત્યેાદયી ને નિરાવરણ એવી કેવલશ્રી વરે છે. એટલે આકાશમાં ચંદ્ર જેમ ભાવશુદ્ધ પ્રકૃતિથી સ્થિત જ છે, કાંઈ સ્થાપિત કરવાનો નથી, તેમ આમચંદ્ર જે શુદ્ધ સ્વભાવ સ્થિત છે, તેનું મેઘપટલ જેવું જ્ઞાન આવરણ આમ ધર્મ સંન્યાસરૂપ વાયુના સપાટાથી વિખેરાઈ જતાં, તે શ્રીમાન્ ગીશ્વર પરમ કેવલજ્ઞાન પામી જ્ઞાનકેવલી’ કહાય છે. આમ જેના સર્વ દોષ સર્વથા ક્ષીણ વર્તે છે, અને જે સર્વ લબ્ધિફલના ભેગવનારા છે, એવા આ ખરેખરા શ્રીમદ્ સર્વજ્ઞ મહામુનિ પરમ પરાર્થ–પરોપકાર કરીને પછી યોગના અંતને પામે છે; અર્થાત્ શૈલેશી અવસ્થામાં પરમ એવા “અયોગ યોગને પામીને આ ભગવાન સહજાન્મસ્વરૂપ સ્વામી ભવવ્યાધિને ક્ષય કરી પરમ ભાવ નિર્વાણને પામે છે. મુક્ત તત્ત્વ મીમાંસાને સાર વ્યાધિમુક્ત પુરુષ જે અહીં લેકમાં હોય છે, તે આ ભવ-વ્યાધિમુક્ત મુક્ત આત્મા હોય છે. તે અભાવરૂપ નથી, વ્યાધિથી મુક્ત નથી એમ પણ નથી અને પૂર્વે વ્યાધિવાળો હેત એમ પણ નથી. અત્રે સંસાર એ જ મહાવ્યાધિ છે, જન્મ-મૃત્યુ આદિ તેના

Loading...

Page Navigation
1 ... 453 454 455 456