________________
ઉપસ’હાર : અવિપરિણામિની ઇચ્છા, પ્રવૃત્તિ યમ લક્ષણ
ને જે પાલન યમતણું, સત્ર જ શમસાર; પ્રવૃત્તિ અહિ તે જાણવી, જો યમ જ તે ધાર. ૨૧૬
અઃ—સર્વાંત્ર શમસાર-શમપ્રધાન એવુ' જે યમપાલન તે અહીં પ્રવૃત્તિ જાણુવી; અને તે જ દ્વિતીય યમ છે.
સામાન્યથી સત્ર શમસાર જ જાણવી; અને તે યમાને વિષે બીજો એવા
( ૭૨૧)
ઈચ્છા પછી પ્રવૃત્તિ
વિવેચન
એવું જે યમપાલન છે, તે જ અહી' પ્રવૃત્તિ પ્રવૃત્તિયમ છે.
જે અહિંસાદિ યમ ઇચ્છાયમથી ઇચ્છવામાં આવ્યા, અતરાત્માથી ઇષ્ટ-સ્પૃહણીય ગણવામાં આવ્યા, તેનું ક્રિયાવિશિષ્ટ (In action) પાલન કરવું તે પ્રવૃત્તિયમ છે. તે અહિંસાદિને ક્રિયામાં ઉતારવા, આચરણમાં-ચારિત્રમાં આણવા, દૈનિક જીવનવ્યવહારમાં વણી દેવા તે પ્રવૃત્તિયમ છે. જીવનને અહિ‘સામય, સત્યમય, અસ્તેયમય, બ્રહ્મચર્યંમય, અપરિગ્રહમય કરવા પ્રવર્ત્તવુ તે પ્રવૃત્તિયમ છે. મન-વચન-કાયાના યાગવ્યાપારમાં કૃત-કાતિ- અનુમાદિત ભાવથી અહિંસાદિ પાળવામાં પ્રયત્નશીલ થઈ અંતરેચ્છાને સક્રિય કરી દેખાડવી તે ચમેામાં બીજો એવા પ્રવૃત્તિયમ છે. કારણ કે કોઇ પણ વસ્તુ સાચા દિલથી રુચિ ગયા પછી—ગમી ગયા પછી તે ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ માટે મનુષ્ય જરૂર પ્રવર્ત્તન કરે છે—પ્રયત્ન કરે છે. તેમ આ અહિ'સાદિ યમ પ્રત્યે જેને સાચી અંતરેચ્છા ઉપજી છે, તે પછી તે ઇષ્ટ અહિંસાદિની સાધના માટે અવશ્ય પ્રવર્તે છે, અવશ્ય પ્રયત્ન કરે છે, અને તે ગમી ગયેલી—ગેાઠી ગયેલી ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિમાં ગમે તેટલા વિઘ્ના નડે, ગમે તેટલી વિપત્તિએ આવી પડે, તેા પણ તે મનુષ્ય તેના પીછા છેાડતા નથી, પણ ઉલટા ખમણા ઉત્સાહથી તે વિશ્નને પણ સામને કરી-વિધ્રુજય કરી આગળ ધપે છે. તેમ અંતરાત્માથી પરમ ઇષ્ટ માનેલા અહિ'સાદિની પ્રાપ્તિના માર્ગોમાં ગમે તેટલા વિઘ્નના ડુંગરા આડા આવી પડે, ગમે તેટલી વિપત્તિ-સરિતાએ વચ્ચે નડે, તે પણ આત્માથી મુમુક્ષુ પેાતાના ઇષ્ટ ધ્યેયને કૈડા કઢી મૂકતા નથી, પણ ઉલટા દ્વિગુણિત ઉત્સાહખળથી તે વિઘ્નાના—અતરાયાના પણ પરાજય કરી આગળ વધવા મથે છે, પીઠાઈ કરી માગે સ'ચરે છે. , પરમ આત્મ પરાક્રમવંત જ્ઞાની સત્પુરુષોના પરમ સંવેગપૂર્ણ અમૃતવચને છે કે—
"
ગમે તેમ હા, ગમે તેટલા દુઃખ વેઠો, ગમે તેટલા પરિસહ સહન કરી, ગમે તેટલા ઉપસર્ગ સહન કરે, ગમે તેટલી વ્યાધિએ સહન કરેા, ગમે તેટલી ઉપાધિઓ આવી પડા, ગમે તેટલી આધિએ આવી પડો, ગમે તેા જીવનકાળ એક સમયમાત્ર હા, અને દુનિમિત્ત હા, પણ એમ કરવું જ ત્યાં સુધી હે જીવ ! છૂટકે નથી.”—શ્રીમદ્ રાજચ`દ્રજી
૧