Book Title: Yogdrushti Samucchaya New Edition Part 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 407
________________ ઉપસંહાર : યમવત કથાપ્રીતિઃ “ધન્ય તે મુનિવરા રે!' (૭૧૯) અવિપરિણમિની એવી હોય છે. આ જગમાં જે કોઈ દ્રવ્યથી કે ભાવથી કે બન્નેથી અહિંસા સેવ હોય, સત્ય બોલતે હેય, અરતેય આચરતો હોય, બ્રહ્મચર્ય પાળતા હોય, અપરિગ્રહ ધારતો હોય, તેની કયાંયથી પણ કથાવાર્તા સાંભળવામાં કે વાંચવામાં આવતાં, તેના પ્રત્યે અંતરંગ પ્રીતિ ઉપજાવી-પ્રેમ કુરે તે આ ઈચ્છાનું લક્ષણ છે. સંપૂર્ણપણે કે અપૂર્ણપણે, સર્વથી કે દેશથી, સકલપણે કે વિલપણે જે કઈ સાચા સાધુ પુરુ-સાધક મુમુક્ષુઓ આ અહિંસાદિ યમની સાધના કરતા હોય કે સિદ્ધિ પામેલા હોય, તેના પ્રત્યે આ ઈચ્છાયમવંતને અત્યંત ગુણપ્રમોદ-ગુણાનુરાગ ઉપજે છે. જેમ કે – ધન્ય છે આ અહિંસક મહા મુનિઓ ! કે જેઓ યતનાથી છ કાયની રક્ષા કરે છે, સર્વ જગજ્જતુને સમ ગણી સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવને પણ હણતા નથી, લેશમાત્ર દુઃખ ઉપજા વતા નથી, રાગ-દ્વેષાદિ ભાવહિંસા કરતા નથી ભાવદયારસના સાગરધન્ય તે નિષ્કારણ કરૂણાસિંધુ એવા આ સાધુ ભગવાન નિરંતર આત્મસ્વરૂપમાં મુનિવર રે” સ્થિતિ કરી પરભાવના લેશને પણ સ્પર્શતા નથી ! અહો ! એમની કરુણા! અહો ! એમની વીતરાગતા ! અહે! એમની સ્વરૂપસ્થિતિ ! અહો! આ સંતની સત્યવાદિતા પણ કેવી આશ્ચર્યકારી છે! સ્વપ્નમાં પણ આ સાધુચરિત પુરુષે અસત્ય વચન વદતા નથી ! પરવરતુને પોતાની કદી કહેતા નથી. વ્યવહારથી ને પરમાર્થથી તે કેવળ સત્ય સત્ય ને સત્ય જ વદે છે. ધન્ય છે એમના સત્ય વ્રતને ! અહો ! સ્વદેહમાં પણ નિરીહ એવા આ પરમ પ્રમાણિક મહાત્માઓ સળી માત્ર પણ અદત્ત લેતા નથી, પરભાવનું પરમાણુ પણ આત્મભાવથી ઈચ્છતા નથી ! અહે એમની નિઃસ્પૃહિતા ! આ સાચા ત્યાગી–સંન્યાસી જેગીજનોનું બ્રહ્મવ્રત પણ કેવું અદ્ભુત છે! દ્રવ્યથી ને ભાવથી તેઓ કેવું કઠોર બ્રહ્મચર્યવ્રત પાળે છે ! સ્વપ્નાંતરે પણ એમના રમમાત્રમાં પણ વિષયવિકારની છાયા દેખાતી નથી ! નિરંતર તેઓ બ્રહ્મમાં-શુદ્ધ આત્મસ્વરૂપમાં વિચરી રહ્યા છે ! અહા તેમનું આ મહાઅસિધારાગ્રત ધન્ય છે આ નિગ્રંથની પરમ નિગ્રંથ વૃત્તિને ! દ્રવ્ય-ભાવ સમસ્ત ગ્રંથને-પરિગ્રહ બંધનેને તેમણે ઉચ્છેદ કર્યો છે ! પરવસ્તુના પરમાણુ માત્ર પ્રત્યે પણ તેઓ મમત્વભાવ-મૂર્છા ધરાવતા નથી ! આ આખા જગમાં એક આત્મા સિવાય એમની પિતાની માલીકીનું બીજું કાંઈ નથી, એવા તે પરમ અકિંચન-નિષ્પરિગ્રહી છે! અહે! એમની નિ થતા ! (જુઓ પૃ. ૧૯૦ તથા ૧૯૭– ૧૯૮). આવા ગુણાનુરાગને લીધે તે મુમુક્ષુના સહજ સ્વયંભૂ ઉગાર નીકળી પડે છે કે – “નમો ટોપ સલાહૂળ” –આ લેકમાં સર્વ સાધુઓને-સાચા સાધુગુણસંપન્ન સર્વ સાધુચરિત સહુને નમસ્કાર હો ! અને આવા યમવંતે પ્રત્યે જેને આવી ગુણાનુરાગ જન્ય પ્રીતિ ઉપજે છે, તેને તે યમે અત્યંત ગમી જાય છે, એટલે તેના પ્રત્યે તેને સહજ સ્વાભાવિક સ્પૃહા-રુચિ-ઈચ્છા ઉપજે છે. એટલે તે પૃહા કરે છે કે આવા અહિંસાદિને મને ગ થાય તો કેવું સારું ! આવા અહિંસાદિ સાધવા હું કયારે

Loading...

Page Navigation
1 ... 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456