________________
(૭૪૬)
યોગદૃષ્ટિસમુચ્ચય
પક્ષપાત છે, અને જે ભાવશૂન્ય ક્રિયા છે,- એની વચ્ચેનું અંતર એટલું બધુ માટુ` છે કે તેને સૂર્ય-ખદ્યોતના અંતરની ઉપમા આપી શકાય. ઝળહળતા સૂરજ અને તગતગતા ખજૂએ-આગીએ એ એના પ્રકાશ વચ્ચે જેટલું મેટું અંતર છે, તેટલું અંતર તાત્ત્વિક પક્ષપાત અને ભાવશૂન્ય ક્રિયા એ એની વચ્ચે છે. તાત્ત્વિક પક્ષપાત સૂર્ય પ્રકાશ સમે છે, અને ભાવશૂન્ય ક્રિયા ખદ્યોતપ્રકાશ સમી છે. એટલે તાત્ત્વિક પક્ષપાતની વાત મેાટી છે.
કાઈ એમ શકા કરે કે-આ ચેાગ વિષય પ્રત્યે પક્ષપાત માત્ર ઉપજવાથી શે ઉપકાર થાય ? ઉપકાર તા ક્રિયા પ્રવૃત્તિથી થાય, માત્ર રુચિરૂપ પક્ષપાતથી શી રીતે થાય ? તેનું નિવાણુ અત્ર ઉક્ત દૃષ્ટાંતથી કર્યુ છે. આ યાગશાસ્ત્ર વિષય પ્રત્યે તાત્ત્વિક પક્ષ- તાત્ત્વિક પક્ષપાત, પારમાર્થિક પક્ષપાત, ખરેખરા ભાવ પક્ષપાત ઉપજવા પાતથી ઉપકાર તે પણ કાંઈ નાનીસૂની વાત નથી; કારણ કે તથારૂપ પક્ષપાત અંતર ગ રુચિ-પ્રેમ વિના ઉપજતા નથી, અંતરંગ ભાવ વિના ઉપજતા નથી. એટલે અંતરંગ રુચિ-ભાવથી ઉપજતા આ ભાવપક્ષપાતનું મૂલ્ય જેટલું આંકીએ તેટલુ એછું છે. એની સાથે આપણે જો ભાવ વગરની કરવામાં આવતી અનંત દ્રવ્ય ક્રિયાની સરખામણી કરીએ, તેા તે ભાવશૂન્ય ક્રિયાની અતિ અતિ અલ્પ કિંમત છે. કોઇ એક મનુષ્ય સાચા ભાવથી આ યેગ વિષય પ્રત્યે માત્ર પક્ષપાત જ ધરાવતા હોય, અને કાંઇ ચેાગસાધક ક્રિયા ન પણ કરતા હાય; અને બીજે ક્રિયાજડ મનુષ્ય મતભેદ વિનાની–ભાવ વિનાની અનંત દ્રવ્ય ક્રિયા કરતા હોય,−તા આ બ ંનેની વચ્ચેનુ અંતર સૂરજ ને આગીના અંતર જેટલું છે. ભાવથી પક્ષપાત માત્ર ધરાવનાર પશુ, ભાવશૂન્ય અનંત ક્રિયા કરનાર ક્રિયાજડ કરતાં અનંતગણે। મહાન્ છે. ભાવ પક્ષપાતી સૂર્ય સમા છે, અને ભાવશૂન્ય ક્રિયાજડ ખદ્યોત સમા છે. એટલે આ બેની તુલના કેમ થઇ શકે ? કયાં મેરુ, કયાં સરસવ ? કયાં સિધુ, કયાં મિટ્ટુ? કયાં સૂર્ય, કયાં ખઘોત ?
“ માહ્ય ક્રિયામાં રાચતા, અતભેદ ન કાંઇ;
જ્ઞાનમાગ નિષેધતા, તેડુ ક્રિયાજ મહિ.”—શ્રી આત્મસિદ્ધિ
“ ચશ્માભિયા: પ્રતિબંતિ ન માવશૂન્યાઃ ॥”—શ્રી કલ્યાણમંદિર સ્તાત્ર
અને અત્રે જે પક્ષપાતની વાત છે, તે તાત્ત્વિક પક્ષપાતની વાત છે. તાત્ત્વિક એટલે પારમાર્થિક-પરમા સત્. સત્ય તત્ત્વ સમજીને-પરમાર્થ સમજીને તેના પ્રત્યે સહજ સ્વભાવે ઉપજતા પક્ષપાત તે તાત્ત્વિક પક્ષપાત છે. આ તાત્ત્વિક પક્ષપાતમાં અને અતાત્ત્વિક પક્ષપાતમાં ઘણેા ફેર છે, આકાશ-પાતાલનું અંતર છે; કારણ કે મતાગ્રહથી ઉપજતા પક્ષપાત-મતના મમત્વથી ઉપજતા પક્ષપાત તે અતાત્ત્વિક છે. તેમાં ‘મારું તે સાચું”