Book Title: Yogdrushti Samucchaya New Edition Part 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 412
________________ (૭૨૪) ગદષ્ટિસમુચ્ચય (૨) અથવા યમનું ફલ ઉપશમ અર્થાત્ સર્વત્ર કષાયાદિની ઉપશાંતિ છે, જે અહિંસાદિ યમ પાળે છે, તેને ક્રોધાદિ કષાય ઉપશાંત થઈ જાય છે, અને તે બીજાઓના કષાયને પણ ઉપશાંત કરે છે. કારણકે અહિંસા-સત્યાદિથી ક્રોધાદિ કષાયના ઘણું ઘણું કારણે સ્વયમેવ દૂર થઈ જાય છે, અને અહિંસક સત્ય વક્તાને ચારિત્ર પ્રભાવ અન્ય જીવ પર પણ સહજ સ્વભાવે પડે છે, તેથી સ્વ–પરના કષાયને ઉપશમ થાય છે. (૩) અથવા અહિંસાદિ યમ જે સેવે છે, તે સમભાવરૂપ શમને-શાંતિને પામે છે. કારણ કે સમભાવી આત્મા “સર્વ જગજતુને સમ ગણે છે, માન-અપમાન, વંદક–નિદક આદિને સમ ગણે છે, એટલે તેને વિષમતારૂપ અશાંતિ હોતી નથી. (૪) અથવા અહિંસાદિ જે પાળે છે, તેને શમ અર્થાત્ સ્વરૂપશાંતિ ઉપજે છે, તે સ્વરૂપમાં સમાય છે. ઉત્કૃષ્ટ અહિંસાદિનું સહજ સ્વભાવિક ફળ સ્વરૂપમાં શમાવું એ છે, કારણ કે સ્વરૂપની ઘાત ન થવા દેવી અને પરભાવ પ્રત્યે ગમન ન કરવું, એ જ પારમાર્થિક ભાવ અહિંસાદિનું પરમ સ્વરૂપ છે. એટલે આવા અહિંસાદિથી જીવ સમસ્ત પરભાવથી વિરામ પામી સ્વરૂપવિશ્રાંતિરૂપ પરમ આત્મશાંતિને ભજે છે, અર્થાત્ સ્વરૂપમાં સમાય છે. (જુઓ પૃ. ૩૯૫ તથા પૃ. ૫૭૨) અથવા ઉલટી રીતે લઈએ તે સર્વત્ર શમના સારરૂપ યમપાલન જ છે. કારણ કે (૧) જીવ જ્યારે શમને પામે છે, અર્થાત કષાયની ઉપશાંતિને-ઉપશમને પામે છે, ત્યારે તેના ધ-માન-માયા-લોભાદિ દુષ્ટ ભાવ મેળા પડે છે, શમને સાર યમ એટલે ક્રોધાદિને વશ થઈ તે હિંસાદિ કરતા નથી, અને સ્વાભાવિક રીતે અહિંસાદિ પ્રત્યે જ ઢળે છે. (૨) અથવા જીવ જ્યારે અમનેશાંતિને પામે છે ત્યારે તે અન્યને પણ શાંતિ આપે છે, હિંસાદિથી પરને ઉપતાપ ઉપજાવતો નથી. (૩) અથવા જીવ જ્યારે શમને-સમભાવને પામે છે ત્યારે તે સર્વ જગત જીને સમ ગણતો હાઈ હિંસાદિ કરતો નથી અને અહિંસાદિ પાળે જ છે. (૪) અથવા જીવ જ્યારે સ્વરૂપવિશ્રાંતિરૂપ પરમ આત્મશાંતિને પામે છે, સ્વરૂપમાં સમાય છે, ત્યારે તે સ્વરૂપ અહિંસાદિરૂપ ઉત્કૃષ્ટ અહિંસાદિ યમપાલન કરે જ છે. આમ યમપાલનને સાર શમ અને શમને સાર યમપાલન, એમ પરસ્પર સંકલિત છે. જે મુમુક્ષુ યમ એટલે ઉપરમ (વિરતિ) પામે છે, તે શમ એટલે ઉપશમ પામે છે, અને જે શમ–ઉપશમ પામે છે, તે યમ–ઉપરમ પામે છે. યમ ત્યાં શમઃ કારણ કે જે કષાયાદિને ઉપશમ પામે છે તેને વિષયાદિ નિમિત્તે શમ ત્યાં યમ થતા હિંસાદિને ઉપરમ-વિરમણન અવશ્ય હોય છે, અને જેને વિષયા થતી હિંસાદિને ઉપરમ હોય છે, તેને કષાયાદિનો ઉપશમ હોય છે, કારણ કે વિષયથી કષાય ને કષાયથી વિષય હોય છે, એટલે વિરતિ પામે છે તે શાંતિ પામે છે, અને શાંતિ પામે છે તે વિરતિ પામે છે. “જ્ઞાની ૮ વિરતિઃ તાત્પર્ય કે-(૧) જે પરભાવથી

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456