Book Title: Yogdrushti Samucchaya New Edition Part 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 429
________________ ઉપસંહાર : ફલાવંચક : સદગુરુ વેગે અવંચિકરી (દ્રવ્ય-ભાવથી ) (૭૪૧) ઓળખાણ” ઈ.) અને આ જે સાનુબંધ ફલ પ્રાપ્તિ કહી, તે પણ ધર્મસિદ્ધિ વિષયમાં જ સંતેને સંમત છે, –નહિ કે અન્ય વિષયમાં. કારણકે પુરુષો કેવળ ધર્મસિદ્ધિ” સિવાય બીજા કેઈ ફળને ઈચ્છતા જ નથી. જેમ બને તેમ આત્માને શુદ્ધ સ્વભાવધર્મ પ્રગટે, આત્મા સ્વભાવ ધર્મમાં આવે, નિજ સ્વભાવ સાથે યોગરૂપ ધર્મની સિદ્ધિ થાય, એમ જ તેઓ નિરંતર ઇચ્છે છે-ઝંખે છે, અને પ્રભુ પાસે પ્રાર્થે છે. (જુઓ પૃ. ૪૯૪, શ્રી સીમંધર જિનવર” ઈ.) બાકી ઇંદ્ર-ચક્રવતી આદિ પદવીરૂપ ફળને તે નિષ્કામ સંતજનો કદી ઈચ્છતા જ નથી, છતાં અચિંત્ય ચિંતામણિ સમા ધર્મરત્નના પ્રભાવથી તે પ્રાપ્ત થવા કાંઈ દુર્લભ નથી. ગરૂપ ધર્મરત્નની સિદ્ધિથી તેની આનુષંગિક પ્રાપ્તિ પણ હોય છે, પણ તે તે જારની પાછળ સાંઠા હોય જ તેના જેવી છે. સતપુરુષો કાંઈ તેવા આનુષં. ગિક ફળમાં રાચતા નથી, અને તેથી ભેળવાઈ જઈ મૂળ સ્વરૂપલક્ષ્યને ચૂકતા નથી, કારણ કે પશુ હોય તે સાંઠા-કડબ છે ને મનુષ્ય તે જાર જ ગ્રહણ કરે. તેમ સાંઠા જેવા આનુષંગિક-સાથે સાથે થતા ફળને પશુ જેવા બાલજીવ જ ઈચ્છે, પણ પંડિત સંતજન તેથી ફસલાય નહિં; તે તો પાકા વાણીઆ” જેવા સ્વાર્થ પટુ હેઈ આત્માથે રૂપ મુખ્ય મૂળ મુદ્દાને કદી ભૂલે નહિ! આમ આ અવંચકત્રિપુટીને બાણુની લક્ષ્યયિાની ઉપમા બરાબર ઘટે છે, તે અત્ર યથાસંભવ ઘટાવી છે. (જુઓ પૃ. ૧૫૮ થી ૧૬૪). આ સર્વ પરથી એ પરમાર્થ ફલિત થાય છે કે પુરુષના સ્વરૂપદર્શન યોગથી યોગ અવંચક હોય, સદગુરુ ચોગે તે સ્વરૂપ લક્ષ્યવાળી પુરુષ પ્રત્યેની વંદનાદિ ક્રિયા અને તેનું અવંચક ત્રયી ફલ પણ અવંચક હોય; અને સ્વરૂપદર્શનગ વિના જે યોગ પંચક હોય, તે સ્વરૂપ લક્ષ્ય વગરની વંદનાદિ ક્રિયા અને તેનું ફળ પણ વંચક હોય. આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે એક ગ જ બરાબર ન હોય તે બધી બાજી બગડી જાય છે. અને આ વેગ પણ સદ્ગુરુ પુરુષને આશ્રયીને છે, એટલે સાધુ સાચા પુરુષનો-સદ્ગુરુનો સ્વરૂપદર્શનથી થતો “ગ” બરાબર ન બને, તે કિયાનો ને ફળને ઘાણ પણ બગડી જાય છે. આમ સંતચરણના આશ્રયગ વિના સમસ્ત યોગસાધન યિાદિ નિષ્ફળ ગયા છે, આત્મવંચક બન્યા છે, જીવને ઠગનારા-છેતરનારા પૂરવાર થયા છે. સાચા સપુરુષનો-ભાવગી ભાવસાધુને આશ્રય કરવામાં આવે, તે જ અવંચક યોગ, અવંચક ક્રિયા ને અવંચક ફળ થાય. એટલા માટે જ અત્રે મહાત્મા શાસ્ત્રકાર મહર્ષિએ “દ્ધિઃ “સાધુનાશ્રિત્ય” એ શબ્દો પર ખાસ ભાર મૂકે છે. અને આમ સદ્ગુરુના અવલંબને એક જ સ્વરૂપલક્ષ્યના અનુસંધાન-જોડાણરૂપ યોગ બને, તેના જ અનુસંધાનરૂપ ક્રિયા કરવામાં આવે, અને તેના જ સાનુબંધ સંધાનરૂપ એક મોક્ષપ્રત્યયી ફળ મળે, તે એ ત્રણે અવંચક છે,-ચોગાવંચક ક્રિયાવંચક ને ફલાવં. ચક છે. (જુઓ પૃ. ૧૬૪, “અનંત કાળથી આથડ” ઈ. )

Loading...

Page Navigation
1 ... 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456