________________
કાંતા દષ્ટિ : તારા સમ પ્રકાશ- સુ ધાદિ, ધારણ
(૫૧૫) ગ ને તેના મર્મરૂપ રહસ્યને સમ્યગદષ્ટિ પુરુષ તત્વથી સમ્યપણે જાણે છે. તેની
શ્રત-અનુભવની દશા પ્રતિસમય વધતી જાય છે ને તેને શુદ્ધ સહજાત્મસૂક્ષ્મ બોધ સ્વરૂપને અવભાસ થાય છે. સ્વપર ભાવને પરમ વિવેક કરવારૂપ
સૂક્ષમ બોધ અત્રે અધિક બળવત્તર હોય છે, અત્યંત સ્થિર હેય છે. હું દેહાદિથી ભિન્ન એ શુદ્ધ ચૈતન્યસ્વરૂપી આત્મા છું, એવું પ્રગટ ભેદ જ્ઞાન અત્ર અત્યંત દઢ ભાવનાવાળું હોય છે. એટલે તે સમ્યગદષ્ટિ પુરુષ ભાવે છે કે-ચૈતન્ય શક્તિમાં જેને સર્વસ્વ સાર વ્યાપ્ત છે એ આ આત્મા આટલે જ છે, એનાથી અતિરિક્ત (જૂદા) આ સર્વેય ભાવ પૌગલિક છે. આ અનાદિ અવિવેકરૂપ મહાનાટ્યમાં વર્ણાદિમાન પુદ્ગલ જ નાચે છે-અન્ય નહિં; અને આ છવ તે રાગાદિ પુગલ-વિકારથી વિરુદ્ધ એવી શુદ્ધ ચૈતન્ય ધાતુમય મૂર્તિરૂપ છે.”—એવી દઢ આત્મભાવનાને લીધે “ચૈતન્યથી રિક્ત–ખાલી એવું બધુંય એકદમ છેડી દઈ, અત્યંત સ્કુટ એવા ચિટૂશક્તિમાત્ર આત્માને અવગાહીને તેઓ વિશ્વની ઉપર તરતા રહી, આ અનંત એવા સાક્ષાત્ પરમાત્મસ્વરૂપ આત્માને આત્મામાં અનુભવે છે.”—આ સૂમ બંધ હોવાથી સમ્યગુદષ્ટિને ક્યારનીયે મિથ્યાત્વજન્ય બ્રાંતિ ટળી છે અને પરમ શાંતિ મળી છે, કારણ કે અનાત્મ એવી પર વસ્તુમાં આત્મબુદ્ધિ એ જ મુખ્ય ભ્રાંતિ છે, એ જ મિથ્યાત્વ અથવા અવિદ્યા છે, આત્મામાં જ આત્મબુદ્ધિ એ જ સમ્યકત્વ અથવા વિદ્યા છે, એ જ વિશ્રાંતિ છે, એ જ આરામ છે, એ જ વિરામ છે, એ જ વિરતિ છે, અને એ જ શાંતિ છે. પર વસ્તુમાં આત્મબ્રાંતિ એ જ જીવને મોટામાં મોટો રેગ છે, અને તે આત્મબ્રાંતિથી જ ચિત્તભ્રાંતિ અને ભવભ્રાંતિરૂપ અનંત દુઃખ ઉપજે છે. સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષને તે આ આત્મબ્રાંતિરૂપ મહારગ સર્વથા દુર થયે છે, એટલે તેઓ સ્વસ્વરૂપમાં વિશ્રાંત થઈ, સ્વરૂપૈકનિષ્ઠ બની પરમ આત્મશાંતિ અનુભવે છે.
આમ પરભાવમાં આત્મબુદ્ધિરૂપ મૂલગત ભ્રાંતિ ટળી હેવાથી, અને આત્મામાં જ આત્મબુદ્ધિરૂપ સ્વરૂપવિશ્રાંતિમય પરમ શાંતિ મળી હોવાથી, આ જ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષ
પરભાવમાંથી આત્માને પાછો ખેંચી લે છે–પ્રત્યાહૂત કરે છે. એટલે તે પ્રત્યાહાર પર પરિણતિમાં રમતા નથી, પરવસ્તુમાં આત્માને મુંઝવવા દેતા નથી
મેહમૂચ્છિત થવા દેતા નથી, પણ નિજ આત્મપરિણતિમાં જ રમે છે.
*"चिच्छक्तिव्याप्तसर्वस्वसारी जीव इयानयम् । अतोऽतिरिक्ताः सर्वेऽपि भावाः पौद्रालिका अमी।
अस्मिन्ननादीनि महत्यविवेकनाटये, वर्णादिमान्नटति पुद्गल एव नान्यः । रागादिपुद्गलविकारविरुद्धशुद्ध-चैतन्यधातुमयमूर्तिरयं तु जीवः ॥ सकलमपि विहायाह्नाय चिच्छक्तिरिक्तम् , स्फुटतरमवगाह्य स्वं च चिच्छक्तिमात्रम् । इममुपरि तरन्तं चारु विश्वस्य साक्षात् , कलयतु परमात्मात्मानमात्मन्यनन्तम् ॥"
શ્રી અમૃતચંદ્રાચાર્યજીત – શ્રી સમયસાર કલશ.