________________
( ૬૩૨)
યોગદૃષ્ટિસમુચ્ચય
સંસાર જ મહા વ્યાધિ છે, જન્મ મૃત્યુ વિકાર; તીત્ર રાગાદિ વેદના, ચિત્ર માહ કરનાર. ૧૮૮
અર્થ :—ભવ જ મહાવ્યાધિ છે. તે જન્મ-મરણરૂપ વિકારવાળા છે, વિચિત્ર માહ ઉપજાવનારા અને તીવ્ર રાગાદિ વેદનાવાળા છે.
વિવેચન
આ ભવ-સંસાર એ જ મહાવ્યાધિ છે. તે કેવા છે ? જન્મ-મરણુરૂપ વિકારવાળા છે, ઉપલક્ષણથી જરા આદિ વિકારવાળા છે; મિથ્યાત્વના ઉયભાવથી વિચિત્ર પ્રકારના મેહ ઉપજાવનારા છે; તથા સ્ત્રી આદિના આસક્તિ ભાવથી તીવ્ર રાગાદિ વેદનાવાળા છે. ઉપરમાં જે વ્યાધિની વાત કહી તે વ્યાધિ કયા ? તેની અહીં ગ્રંથકાર મહર્ષિએ જ સ્પષ્ટતા કરી છે. પરમાથી જોઈ એ તે। આ જગમાં મેટામાં મેટો જો કોઈ વ્યાધિ હોય, તે તે આ ભવ એટલે સસાર જ છે. આ સંસારને મહારોગની ઉપમા ખરાખર ઘટે છે; કારણ કે ચિહ્નથી, સ્વરૂપથી, કારણથી, વિકૃતિથી, ચિકિત્સાથી, પરિણામ આદિથી બન્નેનુ' અનેક પ્રકારે સામ્ય છે. તે આ પ્રકારે
રાગ જેમ મનુષ્યના શરીર પર આક્રમણ કરી તેને ચાતરથી ઘેરી લે છે, તેમ ભવરંગ આત્માના જ્ઞાનમય શરીર પર આક્રમણ કરી એને ચેાપાસથી ઘેરી લે છે. રાગ જેમ શરીરના પરમાણુએ પરમાણુમાં વ્યાપ્ત થઈ પેાતાની અસર નીપલવરાગનુ જાવે છે, તેમ ભવરંગ આત્માના પ્રદેશે પ્રદેશમાં વ્યાપી જઈ પેાતાની આક્રમણ અસર નીપજાવે છે. રેગ જેમ શરીરની શક્તિને ક્ષીણુ કરી નાંખે છે, નૂર–તેજ ઉડાડી દે છે, રક્ત-માંસ આદિ ધાતુઓને શેષી લે છે; તેમ ભવરાગ પણ આત્માની અનંત શક્તિને ક્ષીણ કરી નાંખે છે, આત્માનું નૂર–તેજ ઉડાડી દે છે, જ્ઞાન-દર્શનાદિ આત્મસ્વભાવરૂપ ધાતુઓને શેષી લે છે. રાગ જેમ દોષપ્રકોપ કરે છે, તેમ ભવરાગ રાગદ્વેષાદિ દોષને પ્રકેપ કરે છે. રાગ જેમ મનુષ્યને પથારીવશ કરી પરાધીન ને પાંગળેા કરી મૂકે છે, તેમ ભવરાગ આત્માને શરીર-શય્યામાં સુવડાવી પર પુદ્ગલ વસ્તુને આધીન પાંગળેા કરી મૂકે છે. રાગ જેમ માણસની આખી સીકલ એવી ફેરવી નાંખે છે કે તેનુ' એળખાણ પડવું મુશ્કેલ થઈ પડે છે, તેમ ભવરાગ આત્માની અસલ સીકલ એવી પલટાવી નાંખે છે કે તેનું એળખાણ થવું કઠિન હેાય છે.
રાગ એ જેમ મનુષ્યની અનારાગ્યરૂપ અપ્રાકૃતિક-અકુદરતી-વિકૃત અવસ્થા છે, તેમ ભવરાગ એ આત્માની અનારાગ્યરૂપ અકુદરતી અપ્રાકૃતિક-વિકૃત અવસ્થા છે. રાગ જેમ મનુષ્યના શરીરની અસ્વસ્થ સ્થિતિ છે, તેમ ભવરાગ એ આત્માની અસ્વસ્થ સ્થિતિ છે. રાગ જેમ મનુષ્યના પ્રકૃતિવિરુદ્ધ અપ્રાકૃતિક વનની અધર્મની સજા છે-દંડ છે, તેમ ભવરાગ એ આત્માના સહુજ અવસ્થા પ્રકૃતિ વિરુદ્ધ વનની અધર્મની સજા છે, દંડ છે, રાગ જેમ શરીરની
ભવરાગ