________________
સુક્તતત્ત્વમીમાંસા; ક્ષણિકાદમાં અસત ઉત્પાદ આદિ દોષ
(૬૫૧ )
સતનું પસણું સતે,–ઉત્પત્તિ તસ હોય; તેથી તેહુ અસત્ત્વને, અહિ નાશ પણ જોય; ને તેથી કરી નખના, ઉપજે પુનર્સાવ; અથવા નાશ સદા કલે, સ્થિતિ ન તેની સાવ, ૧૯૫
અર્થ :—સત્તું અસત્ત્વ-અસત્આપણું માનવામાં આવ્યે તે અસત્ત્વને-અસતપણાના ઉત્પાદ થશે, તેથી કરીને તે અસત્ત્વના નાશ પણ થશે; તેટલા માટે નષ્ટ અસત્ત્વને પુનર્ભાવ થશે, અને સદા નાશ માન્યે તેની સ્થિતિ જ નહિ હોય.
વિવેચન
‘લવ ના મતિ:’— તે જ નથી હાતા ' એ વચન ઉપરથી સત્તું–ભાવનું અસત્ત્વ-અભાવ માનવામાં આવ્યે, કવચિત્ હાવાપણાને લીધે અસત્ત્વનેા ઉત્પાદ થશે, અને તે ઉત્પાદને લીધે તે અસત્ત્વનેા નાશ પણ થશે કારણ કે જે ઉત્પત્તિવાળું હેાય તે અનિત્ય હેાય' એવા નિયમ છે. અને તેથી કરીને નષ્ટ એવા અસત્ત્વના તે જ રૂપે પુનઃર્ભાવ થશે, કારણ કે અસત્ત્વના વિનાશની અન્યથા અનુપપત્તિ છે, અર્થાત્ ખીજી કોઇ રીતે ઘટમાનપણું નથી. હવે નાશ તેા નાશાત્મક ભાવને લીધે પૂપશ્ચાત્-આગળપાછળ અવસ્થિત જ છે, એમ કાઈ કહે તા એ આશકીને કહે છે—સદા નાશ જો માનવામાં આવે તે તેની સ્થિતિ જ નહિ હોય, વિવક્ષિત ક્ષણે પણ તે નાશ પામે.
અસત્ ઉત્પાદ આદિ દોષ
‘તે જ નથી હેાતા' એ વચનના આધારે જો સત્તું અસત્પણું માનવામાં આવે, ભાવનું અભાવપણું માનવામાં આવે, તે અસત્ની ઉત્પત્તિ થશે, અભાવને ઉદ્ભવ થશે. એટલે જે વસ્તુનું મૂળ અસ્તિત્વ જ છે નહિ, તે નવી આવીને કાંતા સદા સત્ ઉત્પન્ન થશે, અભાવમાંથી ભાવ ઉપજશે, શૂન્યમાંથી જગત્ પેદા થશે ! કાંતા સદા અસત્ આમ આકાશપુષ્પ, શશશૃગ, અથવા વધ્યાસુત કે જેનું અસ્તિત્વ જ છે નહિં, તે આપમેળે આકાશમાંથી ઉભા થશે ! આમ આ અસત્ ઉત્પાદ પ્રત્યક્ષમાધિત છે, અનેક પ્રકારે દોષયુક્ત છે. (૧) તથાપિ ધારો કે અસત્ ઉત્પાદ થશે, તે તે અસને નાશ પણ સાથે આવીને ઉભા રહેશે. કારણ જેની ઉત્પત્તિ હાય તેના નાશ પણ હોય જ એવા નિયમ છે. તેથી અસત્ત્વને વિનાશ થશે, તે અસત્ત્વ પણ ઊડી જશે. એટલે નષ્ટ એવા અસત્ત્વના તે જ રૂપે પુનઃર્ભાવ થશે, કારણ કે અસત્ત્વના વિનાશ
.
8
'ચવુત્તિમત્તનિત્ય ’ જે ઉત્પત્તિવાળું હેાય તે અનિત્ય હોય, એટલા માટે. ચર્જે કારણથી, જેથી કરીને. એમ તત્ તેથી કરીને, નદસ્ય-નષ્ટતા, અસત્ત્વના, પુનર્માત્ર:-તે જ રૂપે પુનાઁવ થશે,તે અસત્ત્વના વિનાશની અન્યથા અનુપપત્તિને લીધે (તે અસત્ત્વને વિનાશ ખીજી કાઈ રીતે નહિ ઘટે માટે). હવે નાશ તા નાશાત્મક ભાવને લીધે પૂર્વ-પશ્ચાત્ અવસ્થિત જ છે' એ સ્માશ’કીને કહે છે-સવા નારો-સદા નાશ માનવામાં આવ્યું, શું? તા કે સ્થિત્તિ:—તેની સ્થિતિ નહિં હોય, વિવક્ષિત ક્ષણે પણ તે નાશ પામે છે.