________________
(૬૯)
નથી. ગમે તે
*
એમાં જાતિ–વેષને ભેદ્ય નડતા જાતિને યથાયેાગ્ય ગુણયેાગ્યતાવાળા જે ચેાગ્ય અધિકારી પુરુષ તે સસ્કાર ઝીલવાને પાત્ર હોય, તે આ સંસ્કારજન્મ પામી શકે છે. અને આવા સંસ્કારજન્મ પામેલ દ્વિજ’ બ્રાહ્મણુ' પણ કહી શકાય છે. કારણ કે ત્રા નાનાતીતિ શ્રાદ્ધળઃ '—બ્રહ્મને શુદ્ધ આત્મસ્વરૂપને જાણે તે બ્રાહ્મણ. આમ દ્વિજ અથવા બ્રાહ્મણ એટલે સમ્યગ્દષ્ટ, જ્ઞાનસ`સ્કારસંપન્ન પુરુષ, કુલયેાગી, જોગીજન. આવા સમ્યગ્દૃષ્ટિ કુલયેાગી પુરુષો સમાનધમી હાવાથી, સામિક હાવાથી, આ મુમુક્ષુ કુલયેાગીને તેના પ્રત્યે કુદરતી પ્રેમ-વાત્સલ્ય સ્ફુરે જ છે. તેથી તેમના પ્રત્યે અનેક પ્રકારે તે સાધર્મિક વાત્સલ્ય કરે છે, તેમને પરમા માની સાધનામાં જેમ બને તેમ સહાયતા થાય—અનુકૂળતા થાય, તેવા તેવા પ્રકારે પેાતાના તન-મનધનથી યથાશક્તિ પ્રખધ કરે છે, અને એમ કરી પેાતાનુ વાત્સલ્ય-પ્રેમભાવ દાખવે છે.
ઉપસ‘હાર : ' બ્રિજ 'ના પરમાથ, દયાળુપણું
આમ સાક્ષાત્ પરમ ઉપકારી હોવાથી શ્રીમદ્ સદ્ગુરુ ભગવાન્ પ્રત્યે, તથા પરાક્ષપણે પરમ ઉપકારી આદશ સ્થાનીય હાવાથી પરમાત્મ દેવ પ્રત્યે, તથા સમાનધમી હાવાથી સભ્યષ્ટિ દ્વિજો અથવા સંસ્કારસ્વામી બ્રાહ્મણા પ્રત્યે, આ મુમુક્ષુ કુલયેાગીને અવશ્ય પ્રીતિ હાય છે.
૩. દયાળુપણુ
દયાળુ—આ કુલયેાગી પુરુષા વળી દયાળુ હાય છે. દયા એ એમને આત્મસ્વભાવભૂત ગુણુ થઈ પડયો હાય છે. કેાઇ દીન-દુઃખી-દરિદ્રી દેખી તેમને દયા વછૂટ છે, અનુપા ઉપજે છે. તે દુ:ખથી દુ:ખીને જેવા કપ-ત્રાસ થાય છે, તેવા તેને અનુસરતા ૪પ-ત્રાસ તેમના આત્મામાં વેદાય છે, તેમનું હૃદય દ્રવીભૂત થાય છે, તેમનું અંતર્ કકળી ઊઠે છે. આમ તે પરદુઃખે દુ:ખીઆ થાય છે. એટલે પરદુઃખનુ છેદ્યન કરવાની ઇચ્છારૂપ કરુણા તેમને ઉપજે છે. અને તન-મન-ધનની સમસ્ત શક્તિથી તે પરદુ:ખ દૂર કરવા સક્રિયપણે તત્પર બને છે. આવા પરદુઃખે દાઝતા પરમ દયાળુ પુરુષા સ જીવનુ સુખ જ ઈચ્છે અને ‘સં જંતુ હિતકરણી કરુણા' જ કરે, એમાં આશ્ચય શું? એટલે તે સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ અન્ય જીવાને જાણી બૂઝીને દુઃખ તા કયાંથી જ આપે? દ્રવ્યથી પણ કાઈ પણ જીવની હિંસા કરે જ કેમ? તેમજ ભાવથી કાઈ પણ જીવના આત્મપરિણામને ભવે જ કેમ ? (જુએ પૃ૦ ૧૪૯, ૪૩૮, ૪૪૧) આ મુમુક્ષુ યેાગીએ આવા દયાળુ, કૃપાળુ, કરુણાવાળું હાય છે, તેનું કારણુ ક્લિષ્ટ ના અભાવ એ છે. ક્લિષ્ટ એટલે કઠિન, આકરા, ભારી, ફ્લેશરૂપ કર્માંના અભાવ છે, એ છે. તેથી તેમની ચિત્તભૂમિ કઠાર-ક્લિષ્ટ પરિણામથી રહિત એવી કામળ-પેાચી હાય છે, દયાથી દ્ર-ભીની હાય છે; અને તેમના આત્મપરિણામ અતિ કોમળ હાય છે, પરદુ:ખના તાપથી શીઘ્ર ઓગળી જાય (melting )–દ્રવી જાય એવા હાય છે.