________________
યોગદૃષ્ટિસમુચ્ચય
સ્વરૂપ પદમાં સ્થિતિરૂપ કાઇ ઠેકાણું રહેતું નથી, સ્વરૂપષ્ટતાથી સ્વરૂપ કેંદ્ર ખસી જાય છે, આત્મા પેાતે પેાતાના સહજ નિજ સ્વરૂપનું ભાન ભૂલી જાય છે, ઉન્મત્ત ‘ચક્રમ' બનીને પરવસ્તુને પેાતાની કહેવારૂપ યદ્વાતઢા પ્રલાપ–બકબકાટ કરે છે, અને માહ–રાગ-દ્વેષરૂપી ત્રિદેોષની વૃદ્ધિથી સત્સ્વરૂપથી નિપાતરૂપ સન્નિપાતને પામે છે. (૮) રાગથી જેમ ખસ થાય છે ને ખૂજલી-મીઠી ચળ ઉપડે છે, અને તેથી પરિણામે લાહ્ય મળે છે, તેમ ભરેગથી વિષયવિકારરૂપ ખસ થાય છે ને ભોગેચ્છારૂપ ખજવાળ-મીઠી ચળ− કહૂઁ ' આવે છે, ને તેથી પરિણામે ભવભાગરૂપ લાહ્ય મળ્યા કરે છે. (૯) રોગથી જેમ શરીરમાં ઉગ્ર-આકરી તાવ ભરાય છે અને ભારી તરસ લાગે છે, તેમ ભવરાગથી રાગરૂપ ઉગ્ર જ્વર ભરાય છે અને વિષયતૃષ્ણારૂપ ભારી તૃષા ઉપજે છે. (૧૦) વળી રાગથી જેમ વિવિધ વિકારા ઉખરી આવે છે, તેમ ભવરેગથી જન્મ-મરણાદિ વિકારા ઉપજે છે. ફરી ફરીને જન્મવું, ફરી ફરીને મરવું, ફરી ફરીને માતાના ઉદરમાં શયન કરવુ, ફરી ફરી ઘડપણુ, રાગ, શાક, ચિતા, ૌર્ભાગ્ય, દારિદ્ર આદિ દુઃખ અનુભવવુ, એ બધા ભવરાગના વિકાર છે.
(૬૩૪)
ત્રિદોષ ઉન્માદાદિ
( ૧૧ ) રાગથી જેમ વિચિત્ર પ્રકારના માહ ઉપજે છે, તેમ ભવરેગથી વિચિત્ર પ્રકારના માહ ઉપજે છે. રાગથી જેમ કમળારૂપ પિત્તવિકારને લીધે ધેાળી વસ્તુ પણ પીળી દેખાવારૂપ દૃષ્ટિદાષ થાય છે; તેમ ભવરાગથી મિથ્યાત્વ ઉદયને લીધે અસમાં સમુદ્ધિ ને સમાં અસત્બુદ્ધિરૂપ દૃષ્ટિદોષદૃનમાહ ઉપજે છે. રાગથી જેમ રાગાકુલ દરદી પાતે પેાતાનું ભાન ભૂલી જાય છે, તેમ ભવરેગાત્ત જંતુને આત્માના સ્વસ્વરૂત્તું ભાન રહેતુ નથી. એભાનપણામાં જેમ દરદી પેાતાની વસ્તુને પારકી ને પારકી વસ્તુને પેાતાની કહેવારૂપ ભ્રાંતિને સેવે છે, તેમ આત્મસ્વરૂપના અભાનપણામાં ભવરાગી પરવસ્તુને પેાતાની ને સ્વવસ્તુને પારકી ગણુવારૂપ મિથ્યા ભ્રાંતિને સેવે છે. (૧૨) રાગી જેમ પેાતાની મૂળ આરોગ્યમય અસલ સ્વભાવસ્થિતિમાં હેાતા નથી, પણ રાગકૃત વિકૃત અવસ્થામાં હોય છે, તેમ ભવરાગી પેાતાની મૂળ અસલ સહજ સ્વભાવસ્થિતિમાં વત્તતા નથી, પણ ભવરેગકૃત વિભાવરૂપ વિકૃત દશામાં વર્તાતા હેાય છે. (૧૩) રાગથી મુંઝાઇ ગયેલા-મેહમૂદ્ર રાગીનું આચરણ જેમ વિષમ હોય છે, તેમ ભવરાગથી માહિત થયેલા-મુ`ઝાઈ ગયેલા માહમૂઢ જીવનું આચરણુ પણ મહામેહમય વિષમ હોય છે, સ્વભાવથી વિપરીત હોય છે. (૧૪) રાગથી જેમ સ્વભાવ ચીઢીયે થઇ જવાથી દરદી વાતવાતમાં ચીઢાઇ જાય છે, તેમ ભવરાગથી ચીઢીયેા થઇ ગયેલે આ ભવરાગી પણ વાતવાતમાં ક્રોધાદિ કષાયાકુલ થઈ આવેશમાં આવી જાય છે ! કમજોર ને મ્હાત ’ કરે છે! (૧૫) રાગથી જેમ શરીરે તીવ્ર વેદના—પીડા ઉપજે છે, તેમ ભવરાગથી આત્માને શ્રી આદિ પ્રત્યેના આસક્તિભાવને લીધે રાગદ્વેષાદિ તીવ્ર વેદના ઉપડે છે.-મામ અમુક અમુક ચાક્કસ ચિહ્નો પરથી
ગુસ્સા
વિચિત્ર માહ આદિ