________________
સભા દષ્ટિ: યાન, ચાર ભાવનાથી સ્થિરચિત્તસ્થિતપ્રજ્ઞ ધ્યાતા.
(૫૫૭) અને આત્માર્થી મુમુક્ષુને સર્વથા હેય છે–ત્યજવા યોગ્ય છે. બાકીના બે ધર્મ અને શુકલ મોક્ષના કારણે હોઈ પ્રશસ્ત અને ઈષ્ટ છે, અને આત્માથી મુમુક્ષુને સર્વથા આદેય છે, પરમ આદરથી આદરવા ગ્ય છે. અથવા પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એમ ધ્યાનના ચાર પ્રકાર પણ સમજવા ગ્ય છે. આ સર્વ ધ્યાનપ્રકાર વિસ્તારથી સમજવા માટે જિજ્ઞાસુએ શ્રી જ્ઞાનાર્ણવ, અધ્યાત્મસાર, યોગશાસ્ત્ર, મેક્ષમાળા આદિ ગ્રંથરત્ન અવલેકવા. આ સર્વ પ્રકારના ધ્યાનને અંતિમ ઉદ્દેશ શુદ્ધ આત્માના ધ્યાન પર આરૂઢ થવાનું છે. એટલે આત્મધ્યાન એ જ મુખ્ય ધ્યાન છે. અત્રે ધ્યાનનું સ્વરૂપ બરાબર સમજવા માટે ધ્યાતા–ધ્યેય આદિનું સ્વરૂપ સમજવા યોગ્ય છે –
ધ્યાતા સ્વરૂપ
આ ધ્યાન ધરનાર ધ્યાતા યોગી પુરુષ પણ તે માટેની યથાગ્ય ગ્યતાવાળે હવે જોઈએ, અને તે માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય એ ચાર ઉત્તમ
ભાવનાઓથી ભાવિતાત્મા હોવો જોઈએ-દઢ ભાવરંગી હવે ચાર ભાવનાથી જોઈએ. કારણ કે જ્ઞાનભાવનાથી નિશ્ચલપણું થાય છે, દર્શનભાવનાથી સ્થિર ચિત્ત અસંમત હોય છે, ચારિત્રભાવનાથી પૂર્વ કર્મોની નિર્જરા થાય છે
અને વૈરાગ્ય ભાવનાથી સંગને આશંસાને ને ભયને ઉચછેદ થાય છે, અર્થાત્ વૈરાગ્યને લીધે ચિત્ત કયાંય પણ સંગ-આસક્તિ કરતું નથી, અને આ લોક-પરલેકાદિ સંબંધી કઈ પણ આશંસા-ઇચ્છા કરતું નથી, અને કઈ પણ પ્રકારના ભયકારણથી ક્ષેભ પામતું નથી. આમ જે ચાર ભાવનાથી ભાવિત હોય છે, તેનું ચિત્ત સ્થિર થાય છે. અને આવો જે સ્થિરચિત્ત હોય છે, તે જ ધ્યાનની એગ્યતા પામે છે, બીજાને-અસ્થિર ચિત્તને તેની યોગ્યતા હોતી નથી. ધ્યાનની સિદ્ધિ માટે ચિત્તસ્થિરતા એ સૌથી પ્રથમ આવશ્યક છે. પરમ આત્મદષ્ટા શ્રીમદ રાજચંદ્રજીનું પરમ ગંભીર તત્ત્વવચન છે કે બીજી સમજણ પછી કહીશ, જ્યારે ચિતે સ્થિર થઈશ.” તેમજ ગીતામાં પણ કહ્યું છે કે ૮ *અસંયતાત્માને યોગ પામ દુર્લભ છે એમ હારી મતિ છે, પણ જેને આત્મા–મન વશ છે તે યત્નવંતને યોગ ઉપાયવડે કરીને પામ શક્ય છે. '—આ બધુંય ઉપરોક્ત ભાવનાથી ભાવિતાત્મામાં બરાબર ઘટે છે. શ્રી નેમિચંદ્રાચાર્યજીએ બૃહદ્ દ્રવ્યસંગ્રહમાં ભાખ્યું છે કે- જો તમે વિચિત્ર પ્રકારના ધ્યાનની પ્રસિદ્ધિને અર્થે
" निश्चलनमसंमोहो निर्जरा पूर्वकर्मणाम् । सङ्गाशंसाभयोच्छेदः फलान्यासां यथाक्रमम् ।। स्थिरचित्तः किलैताभिर्याति ध्यानस्य योग्यताम् । योग्यतैव हि नान्यस्य तथा चोक्त परैरपि ।"
–શ્રી યશોવિજયજીકૃત અધ્યાત્મસાર, # “અવતાત્મને જો દુકાળ રુતિ મે મતિઃ.
વરામના તુ ચતતા વયોવાતમુપયતઃ || ''—ગીતા અ. ૬.