________________
કાંતા દૃષ્ટિ : સાર, યાગષ્ટિ કળશ કાવ્ય
(૫૫૩)
પેાતાના પતિમાં જ લીન રહે છે, તેમ. એથી કરીને આક્ષેપક જ્ઞાનને લીધે એને ભાગે ભવહેતુ–સંસારકારણ થતા નથી.
માયાજલને તત્ત્વથી—તેના સ્વરૂપથી દેખનારા પુરુષ જેમ બેધડકપણે શીઘ્ર તેની મધ્યેથી, વ્યાઘાત પામ્યા વિના, ચાલ્યા જાય જ છે; તેમ માયાજલની ઉપમા જેને ઘટે છે, એવા ભેગાને તેના સ્વરૂપથી દેખનારા સમ્યગ્દષ્ટિ દૃષ્ટા પુરુષ, તે ભાગવતાં છતાં અસંગઅનાસક્ત હોઇ, પરમપદ પ્રત્યે જાય જ છે. પણ ભાગ જેને મન તત્ત્વરૂપ-સાચેસાચા ભાસે છે, એવા ભાગતત્ત્વ પુરુષને તે ભવસમુદ્રનુ. ઉલ્લઘન થતુ નથી. કારણ કે તેની તથાપ્રકારની બુદ્ધિથી તેના ઉપાયમાં તેની અપ્રવૃત્તિ હાય છે. માયાજલમાં જેને તેવા વિપર્યાંસને લીધે દૃઢ અભિનિવેશ-આગ્રહ છે, એવા કાણુ અહીં માયામાં-જ્યાં જલબુદ્ધિ છે તે માગે જાય? એટલે તે તે ભવાદ્વિગ્ન-ભવથી દુઃખ પામતા રહી, જેમ ત્યાં જ-માગમાં જ નિઃસ ́શય સ્થિતિ કરે છે, તેમ ભાગજ ખાલથી માહિત એવા તે મેાક્ષમામાં પણ · સ્થિતિ’ કરે છે, જ્યાં છે ત્યાંના ત્યાં જ પડયો રહે છે, પણ આગળ પ્રગતિ કરતા નથી. સદા સવિચારરૂપ મીમાંસા ભાવથી આ દૃષ્ટિમાં કદી માહુ હાતા નથી, એથી કરીને ‘અમેાહસ્વરૂપ' એવા ધમૂત્તિ' જ્ઞાની પુરુષને સદૈવ હિતાય જ હોય છે, અર્થાત્ ઉત્તરાત્તર આત્મદશાની પ્રગતિરૂપ હિતને-આત્મકલ્યાણના સમુય થયા જ કરે છે.
"
$ ચાગદૃષ્ટિ કળશ કાવ્ય હરિગીત
કાંતા સમી નિત કાંત કાંતા દૃષ્ટિ યાગિજન તણી, તારા સમી દર્શનપ્રભાથી ચમકતી નિત્યે ઘણી; સૂક્ષ્માષ પ્રકાશ ક્રાંતિ ચિદાકાશ ઝગાવતી, પુષ્ટ તત્ત્વવિચારણામયમીમાંસા ખલથી અતિ. ૧૨૭ મ્યાનથી અસિ જેમ આત્મા ભિન્ન દેહાર્દિ થકી, અવિનાશ ને ઉપયેાગવંતા દેખતા નિત્યે નકી; ચેગી પરા ધીર ધારણા આત્મસ્વરૂપે ધારતા, પરભાવ તેમ વિભાવમાં કદી મેાદ તે ન ધરાવતા. ૧૨૮ આત્મ સ્વભાવે વત્તનારૂપ ધર્મોમાં વર્ઝન થકી, આચારની શુદ્ધિ પરા આ પામતા યાગી નકી; ધમ માં એકાગ્રમન આ ધર્મમૂત્તિ મહાત્મને, આ ધમના મહિમા થકી હેાયે અતિ પ્રિયતા જને.
૧૨૯