________________
દીમાદષ્ટિ : એક નિર્વાણ તત્વના અન્વયાર્થી નામ
(૪૦૧)
સિદ્ધાત્મા–તેને સિદ્ધાત્મા નામ પણ આપવામાં આવ્યું છે. જેને આત્મા સિદ્ધ છે, જેણે શુદ્ધ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરી છે તે સિદ્ધાત્મા. જેને આત્મા કૃતકૃત્ય છે, જેને કાંઈ કર્તવ્ય અવશેષ રહ્યું નથી તે સિદ્ધાત્મા. જે નિષ્કિતાર્થ છે અર્થાત્ જેના સર્વ અર્થની નિષ્ઠા-છેવટની હદ પ્રાપ્ત થઈ છે. એટલે કે જેના સર્વ અર્થ–પ્રયજન સિદ્ધ થયા છે, તે સિદ્ધાત્મા. આમ જેણે શુદ્ધ આત્મ સ્વરૂપ સિદ્ધ કર્યું છે, નિષ્પન્ન કર્યું છે, એવા સહજાન્મસ્વરૂપ સ્વામી શુદ્ધ ચિતન્યમૂત્તિ તે સિદ્ધાત્મા છે.
"येनात्माबुध्यतात्मैव परत्वेनैव चापरम् । अक्षयानन्तबोधाय तस्मै सिद्धात्मने नमः ॥"
-શ્રી પૂજ્યપાદસ્વામીજીકૃત સમાધિશતક, સકળ પ્રદેશે હે કર્મ અભાવતા, પૂર્ણાનંદ સ્વરૂપ; આતમગુણની હે જે સંપૂર્ણતા, સિદ્ધ સ્વભાવ અનૂપ
...સ્વામી સ્વયંપ્રભને જાઉં ભામણે. અચળ અબાધિત જે નિઃસંગતા, પરમાતમ ચિપ; આતમભેગી હો રમતા નિજ પદે, સિદ્ધ રમણ એ રૂપ સ્વામી –શ્રી દેવચંદ્રજી.
તથાતા–વળી કોઈ તેને “તથાતા” નામથી ઓળખે છે. આકાલ એટલે કે સર્વકાલ તથાભાવ વડે કરીને તે તથાતા કહેવાય છે; સદાકાળ તથા પ્રકારને ભાવ હોવાને લીધે તે “તથાતા’ છે. જેનું શુદ્ધ સહજાન્મસ્વરૂપ જેમ છે તેમ શાશ્વત વત્તે છે, તે તથાતા છે. તે માટે કહ્યું છે કે
ઉપાદાન ને નિમિત્તથી તેની અધિકારિત્વતા ધ્રુવ છે-નિશ્ચલ છે. ઉપાદાન અને નિમિત્ત બને તેના હાથમાં છે, તેને આધીન છે. ઉપાદાન આત્મા છે અને તેને પ્રગટ કરનાર નિમિત્ત પણ શુદ્ધ આત્મા જ છે. એટલે તેનું સ્વરૂપનું અધિકારીપણું, સ્વામીપણું, ઈશ્વરપણું, સત્તાધીશપણું ધ્રુવ છે, અચલ છે, કદી ન ફરે એવું છે. શુદ્ધ સહજાન્મસ્વરૂપનું ઉપાદાન પણ તે જ છે, ને નિમિત્ત પણ તે જ છે.
આ “ તથાતા’ વિસંગાત્મિકા છે, અને ત્રણ પ્રકારના દુઃખથી પરિવજિત છે. સર્વ અન્ય ભાવને જ્યાં વિસગ છે, અર્થાત્ સમસ્ત પર ભાવને જ્યાં વિગ થયેલ છે, વિશ્લેષ થયો છે, પરમાણુ માત્ર પણ કર્મને જ્યાં સ્પર્શ રહ્યો નથી, કેવલ શુદ્ધ આત્મા જ
જ્યાં વર્તે છે, એવી આ તથાતા વિસયેગાત્મિકા છે-વિસરયોગસ્વરૂપ છે. અને એટલા માટેજ શારીરિક, માનસિક ને વાચિક દુઃખથી, અથવા આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ વિવિધ