________________
હીદદિ: સવભેદકલ્પના અયુત-જન્માંધ મનુષ્ય ને હાથી
(૪૫) વળી આ અંધજનમાં કેઈ ચંદ્ર વાંકે છે, કેઈ ત્રાંસે છે, કઈ ચેરસ છે, એમ કહી તેના ભેદની પરિકલ્પના કરે, તે તે પણ અયુક્ત છે, નીતિથી વિરુદ્ધ છે. કારણ કે
જે ચંદ્રને દીઠો જ નથી, તેના સ્વરૂપ સંબંધી ગમે તે કલ્પના કરવી ભેદ કપના તે કલ્પના જ છે, સત્ય નથી. તેમ છદ્મસ્થ જને, સર્વજ્ઞ આવા છે કે અયુક્ત તેવા છે વગેરે તેના ભેદ સંબંધી પરિકલ્પના કરે, તે તે પણ અયુક્ત
છે, બેહૂદું છે કારણ કે જે સવજ્ઞને પિતે દીઠા જ નથી, તેના સંબંધી ગમે તે કલ્પનાના ઘોડા દોડાવવા તે મિથ્યા કલ્પનારૂપ જ છે, સત્ય નથી. અને જે ચંદ્ર પિતાને દેખાતું નથી, તે ચંદ્રના વિવિધ ભેદ કલ્પી, આંધળાઓ તે સંબંધી ઝઘડો કરે, તે તે તે કેટલું બધું બેહૂદું કહેવાય? તેમ જે સર્વજ્ઞ પિતે દીઠા નથી, તે સર્વજ્ઞના જુદા જુદા ભેદ કલ્પી, છદ્મસ્થ તે ભેદ સંબંધી મિથ્યા વાદવિવાદ કરે, સામસામા પ્રતિક્ષેપ કરે, પરસ્પર ખંડન-મંડનમાં ઉતરી પડે, તે તે અત્યંત અયુક્ત છે જ, એ આ ઉપરથી ફલિત થાય છે. અત્રે જન્માંધ મનુષ્ય ને હાથીનું દષ્ટાંત ઘણું બંધબેસ્તુ છે. તે આ પ્રકારે –
જન્માંધ મનુષ્ય ને હાથી કઈ એક સ્થળે એક હાથી આવ્યો. એને જોવા માટે છે જન્માંધ પુરુ ગયા. તે આંધળાઓએ હાથીને હાથ લગાડીને તપાસી જે. એકના હાથમાં હાથીની સૂંઢ આવી એટલે તેને હાથી સાંબેલા જેવો લાગે. બીજાના હાથમાં દંતૂશળ આવ્યું એટલે તેને તે ભૂંગળા જેવો લાગે. ત્રીજાના હાથમાં કાન આવ્યો, એટલે તેને તે સૂપડા જેવો લાગ્યો. ચેાથાના હાથમાં પગ આવ્યો, એટલે તેને હાથી થાંભલા જેવો જણાયો. પાંચમાના હાથમાં ઉદર આવ્યું, એટલે તેને તે મષક જેવો જણાય. છઠ્ઠાના હાથમાં પૂછડું આવ્યું, એટલે તેને તે સાવરણી જે જણાયો. આ ઉપરથી તેઓએ પોતપોતાને અભિપ્રાય બાંધ્યો અને પછી એક બીજાને જણાવ્યો. પછી દરેક પોતપોતાના અભિપ્રાયમાં મક્કમ હેઈ, પોતે જ સાચો છે ને બાકીના બીજા બધા ખોટા છે, એમ આગ્રહ કરી પરસ્પર ઝઘડો કરવા લાગ્યા, મિથ્યા ચર્ચામાં ઉતરી પડયા, ને તકરાર વધી પડી !
ત્યાં કોઈ એક દેખતે દષ્ટિવાળે મનુષ્ય આવી ચઢ્યો, અને તે તેને નિવારીને બોલ્યો કે-અરે ! ભલા માણસો ! આ તમે ફેગટ ઝઘડે શા માટે કરે છે? તમે બધાય બેટા છે ને તમે બધાય સાચા છે! કારણ કે હાથી આવે જ છે એવા તમારા આગ્રહથી તમે બેટા છે, અને અમુક અંગની અપેક્ષાએ હાથી આવે છે એ રીતે તમે સાચા છે. જુઓ ! હાથીની સૂંઢનો આકાર સાંબેલા જેવો છે, તૂશળને આકાર ભૂંગળા જેવું છે, કાન સૂપડા જેવા છે, પગ થાંભલા જેવા છે, પેટ મષક જેવું જણાય છે, અને પૂછડું