________________
(૪૯૮)
ગદષ્ટિસમુચ્ચય ધર્મ થકી પણ ભેગ તે, અનર્થકર પ્રાયે જ;
ચંદનથી પણ ઉપજત, અગ્નિ અહીં બાળે જ, ૧૬૦ અર્થ –ધર્મ થકી પણ ઉપજેલ ભેગ પ્રાણીઓને પ્રાયે અનર્થ અર્થ થાય છે. ચંદનથકી પણ ઉપજે અગ્નિ દઝાડે જ છે.
વિવેચન શીતલ ચંદનથી પણ ઉપનો, અગ્નિ દહે જિમ વનને રે; ધર્મજનિત પણ ભોગ ઈહાં તિમ, લાગે અનિષ્ટ તે મનને રે....તે ગુણ.”
શ્રી યો સઝા -પ. ઉપરમાં ભેગમાત્રને માપસખા કહ્યો ને તેથી ગર્ભિતપણે મુમુક્ષુને તેને નિષેધ કર્યો, પણ ધર્મથી–પુણ્યથી પ્રાપ્ત થતા ભેગનું શું ? એ પ્રશ્નનું અત્ર સમાધાન કર્યું છે કે
ધર્મથી એટલે શુભકર્મ રૂપ ધમકૃત્યથી ઉપાર્જન કરેલ પુણ્યના ઉદયથી ધર્મજન્ય ભેગ પણ દેવક-મનુષ્યલક આદિમાં જે ભોગવિસ્તારની પ્રાપ્તિ થાય છે, તે પણ અનર્થહેતુ પણ ઘણું કરીને પ્રાણીઓને અનર્થરૂપ થઈ પડે છે, કારણ કે તે તેવા
પ્રકારે પ્રમાદ ઉપજાવે છે. અહીં “ઘણું કરીને ” એમ કહ્યું તે શુદ્ધ ધર્મને આક્ષેપનારા-ખેંચી આણનારા ભેગને અપવાદ સૂચવવા માટે છે, કારણ કે તે ભેગ પ્રમાદજીવી નથી, અને તેમાં અત્યંત નિર્દોષ એવા તીર્થંકરાદિ ફલની શુદ્ધિ હોય છે, તેમજ આગમાભિનિવેશ વડે કરીને ધર્મ સાર–ધર્મપ્રધાન ચિત્તનું હોવાપણું છે. અત્રે લોકપ્રસિદ્ધ દૃષ્ટાંત આપ્યું કે, ચંદન શીતલ પ્રકૃતિવાળું છે; છતાં તેથી પ્રગટેલે અગ્નિ જરૂર બાળે જ છે–દઝાડે જ છે. કદાપિ કેઈ સાચા મંત્રથી સંસ્કારેલ ચંદનને અગ્નિ નથી પણ બાળ –આ લેકમાં પ્રતીત છે. - તેમાં પ્રથમ દેવલોકમાં કેવી રીતે પ્રમાદાચરણ થાય છે તે તપાસીએ:–“દેવલોકમાં જીવ શુભ ધર્મકરણના પુર્યોદયથી ઉપજે છે. ત્યાં અતિ ભવ્ય વિમાનને વિષે કંદ જેવા
કોમલ ઉપપાદ શિલા-ગર્ભમાં દેવે સ્વયં ઉત્પન્ન થાય છે. તે સ્થાન દેવલોકનાં સર્વ ઇંદ્રિયને સુખ આપનારૂં એવું રમ્ય છે, નિત્ય ઉત્સવથી વિરાજસુખ માન છે, ગીત-વાજિંત્રની લીલાથી ભરચક છે, “જય” “જીવ” શબ્દથી
ગાજતું છે. ત્યાં દિવ્ય આકૃતિ-રૂપ સુસંસ્થાનવાળા, સાત ધાતુથી રહિત, અને દેહકાંતિજલને પૂરોથી દિગંતરાને પ્રસારિત કરતા એવા વાકાય ને મહાબલવાન સર્વાંગસુંદર દે અચિત્ય પુણ્યગથી ઉત્તમ દિવ્ય શરીર ધારણ કરે છે. જાણે સુખા
+ “तत्रातिभव्यताधारे विमाने कुन्दकोमले । उपपादिशिलागर्म संभवन्ति स्वयं सुराः ।।" (ઈત્યાદિ પરમ સુન્દર વર્ણનના આધાર માટે જુઓ)–શ્રી શુભચંદ્રાચાર્યજી કૃત શ્રી જ્ઞાનાર્ણવ, બ૦ ૩૫.