________________
દીપ્રાપ્તિ : શગાદિથી અને બુદ્ધિ આદિથી આશયભેદ
વિવેચન
અને આ આશયમાં પણ ભેદ પડે છે, તેનું કારણ શું ? તેના અહી. ખુલાસા કર્યાં છે કે-રાગાદિ પ્રમાણે તેવા ભેદ પડે છે. જેવા જેવા રાગ, દ્વેષ, મેહ આદિ પરિણામ હાય છે, તેવા તેવો આશયર્વિશેષ-અભિસંધિ નીપજે છે. એટલે કાઇના રાગાદિ પરિણામ મંદ-મેાળા હાય, કોઈના મધ્યમ પ્રકારના હાય, કાઇના વધારે પડતી માત્રાવાળા-અધિમાત્ર તીવ્ર હાય. આમ એક સરખી ક્રિયા કરવામાં પણ રાગાદિની તરતમતા પ્રમાણે આશયના ભેદ પડે છે; અને આશય પ્રમાણે ફળમાં પણ ભેદ પડે છે, જેવા આશય તેવુ ફળ મળે છે.
રાગાદિથી આશયભેદ
દાખલા તરીકે—કેાઈ ત્રણ ગૃહસ્થા છે, ને તે દરેક એકસરખી રકમનું ધર્માંદા દાન કરે છે, અથવા ધર્મસ્થાનક કે હોસ્પીટલ ખંધાવે છે; પણ તેમાંને એક કીત્તિના લાલચુ છે, નામના ભૂખ્યા છે, ને લેાકેા મ્હારી વાહવાહ કરશે, મ્હારા નામની તખ્તી ચેાડશે, મ્હારું પૂતળુ' બેસાડશે, એમ સમજીને દાનાદિ કરે છે. બીજો કઇક કીર્ત્તિલેાભી છે, પણ સાથે સાથે સેવાભાવનાથી પ્રેરાઈને તેમ કરે છે. ત્રીજો એકાંત પરીપકાર અર્થે કેવળ પરમાથ પ્રેમથી પ્રેરિત થઇને તે જ કાર્ય કરે છે. આમ એક જ કાય માં ત્રણેના રાગાદિ પરિણામ જૂદા છે, તેથી આશય જૂદા છે, અને તેથી ફળ પણ જૂદા છે. પહેલાને કીર્ત્તિ તેા મળે છે, પણુ ફળ તેથી આગળ વધતુ નથી; ખીજાને કીર્ત્તિ સાથે કઇ વિશેષ પુણ્ય ફળ પણ મળે છે; ત્રીજાને પરમ પુણ્યરાશિને સચય થાય છે, અને જારની પાછળ સાંઠા તા હાય જ, તેમ આનુષ ંગિક કીર્ત્તિ આદિ પણ મળે છે, પણ તેની તેવા મહાનુભાવ શુદ્ધ સેવાભાવીને પરવા પણ હેાતી નથી.
તેમજ બુદ્ધિ વગેરેના ભેદથી આશયમાં ભેદ પડે છે. જેવા જેવા જેના આધ હાય છે, તેવા તેવા તેના આશય હાય છે તે બુદ્ધિ આદિ ભેનું સ્વરૂપ નીચે કહ્યું છે.
આકૃતિ ૧૨
→આશયભેદ
મદ
રાગાદિ←મધ્મય
{
1
તીવ્ર
[ । इति इष्टापूर्तान्तर्गत आशयभेदे फलभेदान्तराधिकारः । ]
}
5
(૩૭૭ )
બુદ્ધિ
જ્ઞાન માધ
અસમાહ