________________
સુખનાં સરળ સાધને]
૧૫
મનુષ્યના અંતરમાં છે, અને બહાર જ્ઞાનસ્વરૂપે પ્રકટ થવા સર્વદા તત્પર છે. તેમને પ્રકટ થવા યોગ્ય અંતઃકરણ થતાં તે તત્કાળ પ્રકટ થાય છે.
બહારના દ્વારેથી અર્થાત્ સાધનોથી વિશેષ કરીને જ્યાંત્યાં જ્ઞાન પ્રાપ્ત કરવાને પ્રયત્ન થતે જોવામાં આવે છે, કારણ કે જ્ઞાનનું આદિ કારણે ભીતર છે, એવું સર્વ મનુષ્યો જાણતા નથી. બહારનું શિક્ષણ એ અંતઃકરણને કંઈક અંશે યોગ્યતાવાળું કરનાર છે, પરંતુ તે યથાર્થ જ્ઞાન પ્રકટાવનાર નથી. યથાર્થ જ્ઞાન, જ્ઞાનસ્વરૂપ પરમાત્મામાંથી જ થાય છે. અંતર ઊતરી મનુષ્યએ તેમની પાસેથી જ તે પ્રાપ્ત કરવું જોઈએ. પરમાત્મા એ સર્વ ગુરુઓમાં અત્યંત આશ્ચર્યકારક ગુરુ છે, તે સર્વ સ્થળે અને સર્વકાળ સર્વને પ્રાપ્ત છે, અને તેમનું શિક્ષણ પ્રાપ્ત કરતાં દ્રવ્ય ખરચવું પડતું નથી.
પરમાત્મા સામર્થ્ય છે. પરમાત્મા સર્વશક્ત છે, એટલું જ નહિ, પરંતુ તે સર્વશક્તિવઃ૫ છે. અન્ય શબ્દોમાં કહીએ તે જ્યાં જ્યાં બળ છે, જ્યાં જ્યાં સામર્થ્ય અથવા શક્તિ છે, તે સર્વ આ સામર્થ્યસ્વરૂપ પરમાત્માના જ અંશે છે. આપણા અસ્તિત્વનું નિત્ય કારણ પરમાત્મા કેવળ સશક્ત છે, એટલું જ નહિ, પણ સર્વ સામર્થ્યસ્વરૂપ છે. પરમાત્મા સર્વજ્ઞ છે, એટલું જ નહિ, પરંતુ સર્વ જ્ઞાનસ્વરૂપ છે. તે સર્વવ્યાપક છે, એટલું જ નહિ પણ તેઓ સર્વવ્યાપકતા છે. અમુક ગુણવાળા પરમેશ્વર છે, એવું નથી, પણ તે ગુણસ્વરૂપ જ પરમેશ્વર છે. ગુણ અને ગુણ એવો પરમાત્મામાં ભેદ નથી. શક્તિ અને શકિતમાન એવા બે ભેદ તેમનામાં નથી. ગુણ અને ગુણી ઉભય, શક્તિ અને શક્તિમાન ઉભયને પરમાત્મામાં અભેદ છે. જેમાં સમગ્ર શુભ ગુણો એકત્ર થયા હોય, એવી કઈ વ્યક્તિવિશેષ પરમાત્મા નથી, પણ કેવળકલ્યાણ સ્વરૂપ જ, કેવળ સુખસ્વરૂપ જ, કેવળ જ્ઞાનસ્વરૂપ જ, અને કેવળ શુભગુણસ્વરૂપ જ પરમાત્મા છે.
પરમાત્મા અથવા પરમતત્વ ત્યારે સત્ય વસ્તુરૂપ છે. ચર અને અચરમાં પ્રતીત થતા જીવનનું, પ્રેમનું, જ્ઞાનનું અને સામર્થ્યનું તે મૂળ કારણ છે. સ્થાવર અને જંગમ પ્રાણી પદાર્થોદ્વારા એ પરમાત્માનું સ્વરૂપ, ચિસ્વરૂપ, આનંદસ્વરૂપ, અને સામર્થ્ય આપણને અનુભવમાં આવે છે. સ્થાવર અને જંગમ પ્રાણી પદાર્થો એ પરમતત્વને પ્રકટ થવાનાં દ્વાર છે. જેમ લાકડું અથવા સળગી ઉઠે એ કઈ પદાર્થ ન હોય તે અગ્નિ પ્રકટ થતું નથી, તેમ સ્થાવર અને