________________
૧૪૪
[ શ્રી વિશ્વવંદવિચારરત્નાકર
નિકટના સંબંધમાં આવી શકીએ એમ છે કે તે સામર્થ્યને આપણે હંમેશના સ્વામી થઈએ છીએ. જો કે આરંભમાં જયારે જયારે વિશેષ બળની આપણને જરૂર પડે છે ત્યારે ત્યારે જ અધિક બળ આપણામાં આવેલું આપણને જણાય છે, પરંતુ ઘેડો સમય વીતતાં આ ઉચ્ચતર બળના મૂળની સમીપમાં રહેવાને આપણને એવો તે અભ્યાસ પડી જાય છે કે જ્યારે જ્યારે આપણે તેના પ્રતિ દષ્ટિ નાંખીએ છીએ ત્યારે ત્યારે આપણે તે સામર્થ્યથી ભરાઈ જઈએ છીએ. - ૨૫૫. જયારે જયારે જરૂર પડે ત્યારે આ ઉચ્ચતર સામર્થની મદદ મેળવવાને માટે પ્રથમ તે આપણે તે સામર્થ્યમાં શ્રદ્ધા ધરવાની અગત્ય છે. શ્રદ્ધા આપણા મનને ઊંચે ચઢાવીને તે ઉચ્ચતર સામર્થના છેક જીવનપર્યત લઈ જાય છે, અને આમ કરીને આ સામર્થ્યના અસ્તિત્વનું આપણને ભાન કરાવે છે. બીજું જે કરવાની આપણે અગત્ય છે તે એ કે જયારે જયારે તે સામર્થ્યનું આપણને ભાન થાય ત્યારે ત્યારે તે સામર્થ્ય આ છે, એમ જાણવું, અને વધારે ઉત્કૃષ્ટ સામર્થ્ય તરીકે યશ તેને આપ. આમ કરવાની અત્યંત અગત્ય છે, કારણ કે જ્યારે જ્યારે આપણે ઉચ્ચતરને ઉચ્ચતરરૂપે ઓળખીએ છીએ ત્યારે ત્યારે જે વસ્તુતઃ ઉચ્ચતર છે, તેની સાથે આપણે આપણા મનને પૂર્ણપણે સંબંધ બાંધીએ છીએ. ત્રીજું જે કરવાની આપણે અગત્ય છે તે એ કે જ્યારે જ્યારે આ સામર્થ્યની આપણને ઈચ્છા થાય ત્યારે ત્યારે તે સામર્થ્યને પ્રક્ટવાની આશા રાખવી-વાટ જેવી આશા રાખવાથી અથવા વાટ જોયા કરવાથી આપણી વૃત્તિ ઉચ્ચતર સામર્થના પ્રદેશમાં પ્રવેશે છે, અને એ રીતે ઉચ્ચતર સામર્થ્યને પ્રાપ્ત કરે છે. પરિણામ એ આવે છે કે આપણે એવા સામર્થ્યથી પૂર્ણ થઈએ છીએ કે જેથી આપણામાં રહેલી પ્રત્યેક માનસિક શક્તિનું તેમ જ વિવિધ કામ કરવાની આપણું યોગ્યતાનું બળ અત્યંત આશ્ચર્યકારક રીતે વૃદ્ધિને પામે છે.
૨૫૬. કોઈ પણ મહત્વનું કામ કરવા માંડતાં પહેલાં આપણા ભીતરરહેલા આ ઉચ્ચતર સામર્થ્યની સાથે આપણે એકતાવાળું થવું જોઈએ. તેને પ્રાપ્ત થવાની વાટ જોયા કરવી જોઈએ, તેના ઉપર આધાર રાખવો જોઈએ, અને પૂર્ણ શ્રદ્ધાથી તેને ગ્રહણ કરવું જોઈએ. પરિણામતિ જો આપણે દૃષ્ટિ નાખશું તે આપણને ઘણે જ ફેરફાર જણાશે. આપણને જણાશે કે આ ઉચ્ચતર સામર્થના વાતાવરણમાં કામ કરવાથી આપણે પૂર્વ કરતાં વધારે કામ કર્યું છે, અને વધારે સારું કામ કર્યું છે.